ભુજમાં આંકડાના જુગારના દરોડામાં બૂકી દબોચી લેવાયો

ભુજ, તા. 28 : શહેરમાં સરપટ નાકા બહાર બગીચા નજીક કલ્યાણ બજારના આંકડાનું બાટિંગ લેતા ભુજના પ્રવીણ રવિલાલ ગાલાને સ્થાનિક પોલીસે પકડી પાડયો હતો. આજે બપોરે થયેલી આ કાયદાકીય કાર્યવાહી વિશે વિગતો આપતા પોલીસે જણાવ્યું હતું કે આશાપુરા નગરમાં રહેતો પ્રવીણ ગાલા કલ્યાણ બજારના આંકડા ગ્રાહકો પાસેથી સ્વીકારી રહયો હતો ત્યારે તેને ઝડપાયો હતો. તેની પાસેથી રૂા. 350 રોકડા કબજે લઇને તેની સામે ગુનો દાખલ કરાયો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer