મનોવૈજ્ઞાનિક તકલીફોનાં કારણે બાળક અભ્યાસમાં ધ્યાન ન આપે

માનકૂવા (તા. ભુજ), તા. 28 : અહીંના સહજાનંદ ગુરુકુળ ખાતે સ્ટ્રેસ મેનેજમેન્ટ પર એક દિવસીય વર્કશોપ ગુરુકુળના શાત્રી સ્વામી ભક્તિપ્રિયદાસજીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં રિસોર્સ પર્સન તરીકે લેવા પટેલ હોસ્પિટલના સાયકોલોજિસ્ટ ડો. ગૌરાંગ જોષી ઉપસ્થિત રહ્યા હતા.સેમિનારની શરૂઆત તથા વક્તા દ્વારા ઉજ્જવળ કારકિર્દી તથા સ્ટ્રેસની સામાન્ય માહિતી કરવામાંઆવી હતી.ગુરુકુળના અધ્યક્ષ શાત્રી સ્વામી ભક્તિપ્રિયદાસજી તેમજ સંચાલક સ્વામી ગોલોકવિહારીદાસજી દ્વાર દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. શાળાના ડાયરેક્ટર ડો. ચિંતન આર્ય દ્વારા ડો. જોશીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે આજે દરેક મા-બાપને એક ઇચ્છા હોય છે કે પોતાનું બાળક સંપૂર્ણ રીતે સ્વસ્થ હોય તથા જીવનના દરેક તબક્કામાં યોગ્ય વર્તન દ્વારા તથા અભ્યાસમાં આગળ વધે. પરંતુ ઘણી વખત આવેગ, નકારાત્મક જીવનશૈલી, લાગણીઓ પર કાબૂ ન રહેવો, સ્વભાવગત તકલીફો, સમાયોજનમાં ખામી, ઉમર પ્રમાણે વર્તન ન થવું, અભ્યાસમાંથી રસ ચાલ્યો જવો, નાસીપાસ, આત્મહત્યાના વિચારો, વિજાતીય આકર્ષણ, દિવાસ્વપ્ન તથા અવાસ્તવિક ખ્યાલોમાં રહેવું જેવી મનોવૈજ્ઞાનિક તકલીફોને કારણે બાળક તથા વિદ્યાર્થીઓ અભ્યાસમાં પૂર્ણ ધ્યાન આપી શકતા નથી તેવું જણાવાયું હતું. ટ્રસ્ટી લક્ષ્મણભાઇ શિયાણી દ્વારા ડોક્ટરનું સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષકો તથા વાલીઓ પાસેથી પ્રતિભાવ લેતાં તેમણે આયોજનને બિરદાવ્યું હતું. આચાર્ય જગદીશ અબોટીએ ઉમેર્યું હતું કે, આગામી સમયમાં અલગ અલગ સાયકોલોજિકલ સેમિનાર યોજીવિદ્યાર્થીઓનાસર્વાંગી માનસિક વિકાસ પર ભાર મુકાશે.સ્વામી ઘનશ્યામવલ્લભ,સ્વામી આનંદસ્વરૂપદાસજી, સ્વામી નારાણપ્રીય સ્વામી પણ હાજર રહ્યા હતા. શિક્ષક વિપુલ રાવલ, હરેશ પટેલ તેમજ સ્ટાફે સહયોગ આપ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer