આજે ભુજના ટાઉનહોલમાં રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા `એક શામ અંધજનો કે નામ''

ભુજ, તા. 28 : રાષ્ટ્રીય અંધજન મંડળ-કચ્છ, અને લાયન્સ કલબ ઓફ ભુજ દ્વારા કચ્છમિત્ર મીડિયા પાર્ટનરના સહયોગે આવતીકાલે  શનિવારે તા. 29ના રાત્રે 8-30 વાગ્યે `એક શામ અંધજનો કે નામ' નામનો ગીત-સંગીતનો અનોખો કાર્યક્રમ ફક્ત આમંત્રિતો માટે યોજાશે.દિવ્યાંગો માટે રોજગારલક્ષી તાલીમ કેન્દ્રના નિર્માણ અર્થે યોજાયેલા આ કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, નગર અધ્યક્ષા લતાબેન સોલંકી, કારોબારી ચેરમેન ભરતભાઇ રાણા, કચ્છમિત્રના તંત્રી દીપકભાઇ માંકડ અને મેનેજર શૈલેષભાઇ કંસારા દ્વારા દીપ પ્રાગટય કરાશે. આ કાર્યક્રમમાં કચ્છનું ગૌરવ વોઇસ ઓફ ઇંડિયા નેહા ભાનુશાલી તથા ભારત આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત પ્રજ્ઞાચક્ષુ ગાયકો શ્રવણકુમાર (મુંબઇ), પાર્થ શાહ (મુંબઇ), સરિતા પોકાર (વડોદરા), ડેવિડ જોશી (અમદાવાદ) સંગીતના સૂરો રેલાવશે. જ્યારે લાયન્સના ડિસ્ટ્રીકટ ગવર્નર ભરત મહેતા અને મીના મહેતા, કમલેશ સંઘવી, અશોક સંઘવી, મહેશ મહેતા ઉપસ્થિત રહેશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer