આજથી નોખાણિયા પોલીસ ફિલ્ડ બટ પર ફાયરિંગ પ્રેક્ટિસ

ભુજ, તા. 28 : ભુજ પાસે રુદ્રમાતા નજીક આવેલા નોખાણિયા પોલીસ ફિલ્ડ ફાયરિંગ બટ ઉપર તા. 29થી તા. 7/3 સુધી પશ્ચિમ કચ્છના પોલીસ અધિ./કર્મચારીઓની ફાયરિંગ પ્રેક્ટિસ યોજાનારી છે.આ ફાયરિંગ રેન્જમાં કોઇ પણ?વ્યકિતઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઇ પણ વ્યકિત ઉપરોકત ફાયરિંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમજ તે વ્યકિતને કે ઢોરોને કોઇ નુકસાન થશે તો તેની પૂર્ણ જવાબદારી જે તે વ્યકિતની રહેશે તેવું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, કચ્છ-ભુજ  દ્વારા જણાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer