રવિવારે મથડા ખાતે નિ:શુલ્ક હાડકાં, જનરલ તથા બાળરોગ નિદાન-સારવાર કેમ્પ

અંજાર, તા. 28 : અહીંની માતૃસ્પર્શ હોસ્પિટલ, ઈત્તિહાદુલ મુસ્લેમિન-એ-હિન્દ તેમજ ઈન્ડિયન રેડકોર્સ સોસાયટી દ્વારા તા. 1ના રવિવારે તાલુકાના મથડા ગામે નિ:શુલ્ક હાડકાં, જનરલ રોગો તથા બાળરોગ માટેના નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિદાન સારવાર કેમ્પમાં હાડકાં રોગના નિષ્ણાત ડો. પીયૂષ પટેલ, બાળરોગ નિષ્ણાત ડો. આદિતિ વી. ઝોટા, બાળરોગ નિષ્ણાત અનંત હોંગલ, ડેન્ટલ સર્જન ડો. હનીફ આગરિયા, જનરલ ફેમિલી ફિઝિશિયન ડો. શીલા મેસુરાણી સેવાઓ આપશે. આ કેમ્પમાં આયોજક સંસ્થાઓ તરફથી દવાઓ ફ્રી આપવામાં આવશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer