નખત્રાણામાં અજગરનું બચ્ચું મળી આવતાં વનતંત્રને સુપરત કરાયું

નખત્રાણામાં અજગરનું બચ્ચું મળી આવતાં વનતંત્રને સુપરત કરાયું
નખત્રાણા, તા. 27 : અહીં ભુજ-લખપત હાઈવે માર્ગ પર વિશ્વકર્મા માર્કેટની મોટર રિપેરિંગની ગેરેજમાંથી અજગર (સરીસૃપ)નું બચ્ચું મળી આવતાં પ્રથમ નાના બોક્સમાં પેક કરી અહીંના વનતંત્રના આર.એફ.ઓ. દીપકભાઈ ચૌધરી તેમજ હિંમતસિંહ ચૂડાસમા (વનપાલ)ને અશ્વિન જેઠી, નીતિન આંઠુએ રૂબરૂ જઈ સુપરત કર્યું હતું. ગુરુવારે સવારે કચ્છમિત્રના એજન્ટ નીતિન આંઠુ અખબારની ફેરીમાં હતા ત્યારે તેમને વિશ્વકર્મામાર્કેટમાં અજગરનું બચ્ચું દેખાયું હતું અને લોકો એકત્રિત થયા હતા, પરંતુ શ્રી આંઠુએ સમય સૂચકતા વાપરી બચ્ચાને બોક્સમાં પેક કરી દીધું હતું. જો કે અજગરમાદા કાં તો આ માર્કેટ પછવાડેના જંગલમાં હશે અથવા તો કોઈ ગાડી આ ગેરેજમાં સર્વિસ માટે અહીં આવી હોય અને તેમાં આવી ગયું હોય જો આજે વન્યજીવ-વનસંપદા, પર્યાવરણ બચાવવા જાગૃતિ દાખવવામાં આવે તો ઘણું કામ થઈ જાય.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer