ગોધરા ગામે 2.5 કરોડનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત

ગોધરા ગામે 2.5 કરોડનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત
કોડાય (તા. માંડવી), તા. 27 : ગોધરા ગામે મહત્ત્વપૂર્ણ એવા શિરવાથી મેરાઉ, ગોધરા, લાયજા માર્ગનું નિર્માણ બે કરોડના ખર્ચે થશે. તેમજ ગોધરા ગામે 50 લાખ જેટલા વિવિધ વિકાસકામો કરાશે. જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરાયું હતું. 14 લાખના ખર્ચે પંચાયતઘર, વાસ્મો પુરસ્કૃત પાણીની નવી લાઇન અને ટાંકાનું કામ, ગટરલાઇન તેમજ આંતરિક રસ્તાઓનું ભૂમિપૂજન પણ આ પ્રસંગે થયું હતું. પ્રારંભે ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાનું વિશેષ સન્માન સરપંચ દેવાભાઇ રબારી અને ઉપસરપંચ વર્ષાબેન કન્નડે કર્યું હતું. ગામના દરેક સમાજના આગેવાનો દ્વારા પણ સન્માન કરાયું હતું. મંચસ્થ ગંગાબેન સેંઘાણી (પ્રમુખ તા.પં.), પ્રવીણભાઇ?વેલાણી (ચેરમેન એ.પી.એમ.સી.), વિકાસભાઇ રાણા (સદસ્ય જિ.પં.), કિશોરભાઇ ગઢવી (મહામંત્રી માં. તા. ભાજપ), દેવાંધભાઇ શાખરા (પ્રમુખ કાઠડા ચારણ સમાજ), માલતીબેન લાલન (કોડાય), નારાણભાઇ ગઢવી (રાયણ), ભારૂભાઇ ગઢવી (સરપંચ કાઠડા), ટેકચંદભાઇ શાહ (જૈન અગ્રણી) સહિતનું સન્માન ગ્રા.પં. વતી કરાયું હતું. આ પ્રસંગે  માંડવી તા.ભા. પ્રમુખ સુરેશભાઇ સંગારે ગોધરાના વિકાસકામોને બિરદાવ્યા હતા.  એપીએમસીના ડાયરેક્ટર રાજેન્દ્રસિંહ જાડેજાએ ગામના  સર્વાંગી વિકાસ પર ભાર મૂકયો હતો. અંબેધામના ટ્રસ્ટી-વિષ્ણુ સમાજના પ્રમુખ ભગવાનજી ઝાલાએ ગામની એકતા ઉપર ભાર મૂકતાં વર્ષાબેન કન્નડની વિધવા સહાય, નિરાધાર સહાય અને  વૃદ્ધ સહાય માટે ગ્રામજનોને પૂર્ણ સહકાર આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.ગોધરા બસ સ્ટેશન માટે વીરેન્દ્રસિંહ જાડેજાએ ત્રણ?લાખની ગ્રાન્ટની જાહેરાત કરી હતી. ઉપસરપંચ વર્ષાબેન કન્નડે ગોધરા ગામનો વિકાસ અહેવાલ આપતાં ધારાસભ્યનો આભાર વ્યકત કર્યો હતો. આ પ્રસંગે  રતનશીભાઇ પટેલ (મેરાઉ), દેવાભાઇ રબારી, સન્મુખસિંહ જાડેજા, માર્ગ-મકાનના શ્રી નાયી, મયંક શાહ, શિરવાના કાંતિભાઇ દામા, પિંગલ જોષી, લાલજી મહેશ્વરી, મામદ સુલેમાન, કાનજી પટેલ, હરિઓમ અબોટી, હરદેવસિંહ જાડેજા, પ્રેમકુમાર ખાંખલા સહિત ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન તલાટી મંડળના પ્રમુખ રાઘવદાન ગઢવી અને હરેશ ગઢવીએ, આભારવિધિ તાલુકા પ્રા. શિક્ષક સહકારી મંડળીના પ્રમુખ પ્રવીણભાઇ કન્નડે કર્યા હતા. શાત્રોકતવિધિ મેઘરાજભાઇ જોષીએ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer