દશ દિવસમાં પ્રશ્નો નહીં ઉકેલાય તો ભુજ સુધરાઇ સામે ધરણા

દશ દિવસમાં પ્રશ્નો નહીં ઉકેલાય તો ભુજ સુધરાઇ સામે ધરણા
ભુજ, તા. 27 : પાણીની લાઇનોને રિપેર કરવા-વિતરણ વ્યવસ્થા સૂચારૂ બનાવવા તેમજ વાલની ચેમ્બર બનાવવા, દેશલસર તળાવમાં જળકુંભી વેલ, શહેરમાં ઠેર-ઠેર ગટરનાં પાણી સહિતના પ્રશ્નો મુદ્દે આજે વિપક્ષે ભુજ સુધરાઇના મુખ્ય અધિકારીને રજૂઆત કરી હતી. વિપક્ષી નેતા રાજેન્દ્રાસિંહ જાડેજાની આગેવાની હેઠળ નગરસેવકો ફકીરમામદ કુંભાર, કાસમભાઇ સમા વિ.એ મુખ્ય અધિકારી નીતિનભાઇ બોડાતને રજૂઆત કરતાં જણાવ્યું કે, દશ માસ પહેલાં મોટાપીરનો રસ્તો બનાવતાં પહેલાં વારંવાર આ માર્ગ ન ખોદવો પડે એ માટે પ.80 લાખના ખર્ચે નવી પાણીની લાઇન નાખવામાં આવી અને ચકાસણી દરમ્યાન ગટરનું પાણી આવતાં લાઇન બંધ થઇ જે આજ સુધી બંધ છે. લાઇનમાં ક્ષતિ ન મળતાં અમુક વિસ્તારોમાં પાણી પ્રેશરથી મળતું નથી. વોર્ડ નં.-1માં અનેક ચેમ્બર તૂટેલી છે જે અંગે અનેક રજૂઆત છતાં ધ્યાન નથી દેવાયું. એરપોર્ટ સમ્પ પાસે વોર્ડ નં. 1-2 અને પાટવાડી સમ્પની લાઇનોનું જોડાણ કરી માત્ર 20 ફૂટના પાઇપ નખાય તો ક્યારેક એક સમ્પમાં ક્ષતિ સર્જાય તો અન્ય સમ્પમાંથી પાણી વિતરણ કરી શકાય જેથી ઉપરોકત વોર્ડને પાણીથી વંચિત ન રહેવું પડે અને વૈકલ્પિક વ્યવસ્થા મળી રહે. ઉપરાંત વેરા વસૂલાતમાં ઢોલ વગાડાય છે, પરંતુ પાળેશ્વરમાં વેપારી પાસેથી અગાઉ ખરીદાયેલા ઢોલનાં નાણાં નથી અપાયાં તે ચૂકવવા કાર્નિવલનું શ્વેતપત્ર બહાર પાડવા માંગ કરી હતી. જો ઉપરોકત પ્રશ્નો દશ દિવસમાં હલ નહીં થાય તો સુધરાઇ સામે રહેવાસીઓ સાથે ધરણા યોજવા ચીમકી અપાઇ હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer