શિક્ષણનો વ્યાપ વધારવાનાં કારણે બરોજગારી પ્રશ્ન જરૂર હલ થાય

શિક્ષણનો વ્યાપ વધારવાનાં કારણે બરોજગારી પ્રશ્ન જરૂર હલ થાય
કોડાય (તા. માંડવી), તા. 27 : સીજીપીએલ-ટાટા પાવરના સહયોગથી સાઈસ એન્જલ ફાઉન્ડેશ વડોદરા દ્વારા છ મહિનાથી મોટી ખાખર અને નાની ખાખર પ્રાથમિક શાળા ખાતે વિકાસલક્ષી કાર્ય?હાથ ધરાયું હતું. પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે નવાં નવાં માધ્યમો દ્વારા ગુજરાતી, ગણિત અને અંગ્રેજી વિષયોનો પાયો પાકો થઈ શકે તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. સમાપન સમારોહમાં ઈનામ વિતરણ કરાયું હતું. પ્રારંભે પ્રેઝન્ટેશન પ્રોગ્રામ મેનેજર રામશ્વરીબેને કર્યું હતું. પ્રસંગ પરિચય દિનેશભાઈ સોલંકીએ આપ્યો હતો. શાબ્દિક આવકાર શાળાના આચાર્ય દિનેશભાઈ મોખાએ આપ્યો હતો. પ્રોજેક્ટનો અહેવાલ ડાયરેક્ટર જયુભાઈ પરમારે આપ્યો હતો. સી.જી.પી.એલ.ના પ્રદીપ ઘોસાલએ શિક્ષણનો વ્યાપ વધારવાથી બેરોજગારીને હલ કરી શકાશે અને વિદ્યાર્થીઓને જોમ જુસ્સો આપે તે પ્રમાણેના પદ્ધતિસરના શિક્ષણ પર ભાર મૂક્યો હતો. શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. આ પ્રસંગે આસિફખાન પઠાણ, ભાર્ગવ અંતાણી, રાજેશ્વરીબેન ગજ્જર, જયદેવસિંહ જાડેજા (ઉપસરપંચ), રમેશભાઈ સંજોટ, અસગરભાઈ બાયડ, ચંદ્રિકાબેન તેમજ એસ.એમ.સી.ના સભ્યો, વાલીગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સાઈસ એન્જલ ફાઉન્ડેશન અને ટાટા પાવરની શિક્ષણને વેગ આપતી પ્રવૃત્તિ બદલ મોટી ખાખર સરપંચ પ્રભુભાઈ ગઢવીએ આભારની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ સોલંકી, અને આભારવિધિ કિશોરસિંહ ચૂડાસમાએ કર્યા હતા. ટ્રસ્ટના ભાર્ગવભાઈ અંતાણી અને મધુમીતાબેન પૂજારીએ શિક્ષણની પ્રવૃત્તિઓને માંડવી-મુંદરાના ગામડાઓમાં વધુ વેગવાન બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. સંસ્થાના ટ્રસ્ટી ભાર્ગવભાઈ અંતાણી ભુજના દીકરા છે અને યુ.એસ.માં તેઓ આઈબીએમમાં એક્ઝિક્યુટિવ હતા. તેઓ હાલે વડોદરા ખાતે જરૂરતમંદ વિદ્યાર્થીઓ માટે પોતાનો બધો સમય આપી રહ્યા છે. તેમના દાદા હરિપ્રસાદભાઈ મગનલાલ અંતાણી કચ્છ રાજ્યના ચીફ એન્જિનીયર હતા. કચ્છમાં તેમણે ઘણા ડેમો બનાવ્યા છે, જેમાં પુનડી નજીક વિજયસાગર ડેમનો પણ સમાવેશ થાય છે. ચેરપર્સન મધુમીતાબેન પૂજારી શિક્ષિકા છે અને 36 વર્ષથી સેવાકીય કાર્યો કરીરહ્યાં છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer