વ્હોરા બિરાદરો સર્વ ધર્મ સમભાવ સાથે રાષ્ટ્રને વફાદાર રહીને અમન રાખે તેવી શીખ

વ્હોરા બિરાદરો સર્વ ધર્મ સમભાવ સાથે રાષ્ટ્રને વફાદાર રહીને અમન રાખે તેવી શીખ
માંડવી, તા. 27 : દાઉદી વ્હોરા સમાજના 53મા ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબે માંડવી હજીરાના ઉર્સ પ્રસંગે વાયેઝ (કથા) કરી હતી. દુબઇ-શારજાહના ટૂંકા પ્રવાસ બાદ મુંબઇ આવી બીજા દિવસથી શરૂ? થતા માંડવી મઝારના 37મા દાઇ સૈયદના નૂરમોહંમદ નુરુદ્દીન સાહેબના ઉર્સ પ્રસંગે ઉપસ્થિત સૈયદના સાહેબે સર્વે ભારતવાસી તથા કચ્છવાસીઓ માટે દુઆ કરી હતી. સવારે નમાજ પઢાવ્યા બાદ દરગાહ ઉપર ફૂલોની ચાદર ચઢાવ્યા બાદ સૈયદના સાહેબે મસ્જિદમાં ઉપસ્થિત વ્હોરા ભાઇ-બહેનો જેઓ સમગ્ર કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના ગામેગામ તથા જામનગર, અમદાવાદ, સુરત, મુંબઇ અને નાસિકથી અત્રે આવ્યા હતા તેમને ભાવભેર સંબોધન કર્યું હતું. વાયેઝ દરમ્યાન સૈયદના નૂરમોહંમદ નુરુદ્દીનની જીવન ઝરમર વર્ણવતાં તેમનાં સત્કાર્યોને યાદ કર્યા હતા. સૈયદના નુરુદ્દીન સાહેબે આજથી અંદાજે 300 વર્ષ પહેલાં જામનગરથી માંડવી આવી અહીં પોતાનો નિવાસ કર્યો હતો, તે સમયમાં કારમા દુકાળ વખતે તેઓએ સૌ કચ્છવાસીઓને અનાજ-પાણી વગેરે લાંબા સમય સુધી આપ્યા હતા. આ પ્રસંગે કરબલાના શહીદોને યાદ કરી ઇમામ હુસેન (અ.સ.)ની શહાદતનું વર્ણન કર્યું ત્યારે વ્હોરા સમુદાયના સૌની આંખો ભીની થઇ? ગઇ હતી. સૈયદના સાહેબે પોતાની આગવી શૈલીમાં સૌ વ્હોરા બિરાદરોને સર્વે કોમ-જાતિ પ્રત્યે સમભાવ-આદરભાવ રાખી દેશમાં અમન?શાંતિથી રહેવા અને દેશને વફાદાર રહેવા શીખ આપી હતી. બપોરે ચાર કલાકે માંડવીથી વિદાય લઇ તેઓ ટ્રેન માર્ગે અમદાવાદ જઇ?ત્યાં બે કલાકના રોકાણ બાદ મુંબઇ પરત પહોંચશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer