વેલફેર ફંડ માટે પાંચ કરોડની જોગવાઇથી વકીલોમાં ખુશી

વેલફેર ફંડ માટે પાંચ કરોડની જોગવાઇથી વકીલોમાં ખુશી
ભુજ, તા. 27 : રાજ્ય સરકાર દ્વારા રજૂ થયેલા બજેટમાં વકીલોના વેલફેર ફંડ માટે પાંચ કરોડની ફાળવણી કરાતાં રાજ્યની સાથોસાથ ભુજના વકીલોએ આવકારી ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.રાજ્ય સરકારે રાજ્યભરના વકીલોના વેલફેર ફંડ માટે બજેટમાં રૂા. પાંચ કરોડ ફાળવ્યા છે. આ નિર્ણયને ભુજ બાર એસો.એ આવકારી પ્રથમ વખતના સરકારના નિર્ણયને બિરદાવવા માટે ભુજ બારના પ્રમુખ વિમલ જે. મહેતા, ઉપપ્રમુખ પંકજભાઇ વૈશ્નવ, મંત્રી અમિત એ. ઠક્કર તથા ગુજરાત બાર કાઉન્સિલના કો-ઓપ્ટ સભ્ય હેમસિંહ ચૌધરી સાથે બી.એસ. મહેશ્વરી, કે.કે. હીરાણી, જે.આર. મહેતા, કે.એચ. વૈશ્નવની સાથે ડી. કે. બૂચ, નસીમબહેન, દક્ષાબેન, હંસાબેન સહિતના એડવોકેટ મિત્રોએ અદાલત પાસે એકત્રિત થઇ મીઠું મોઢું કરાવી નિર્ણયને આવકાર્યો હતો. સાથોસાથ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન સી. કે. પટેલ તથા સૌ સભ્યો અને પૂર્વ ચેરમેન જે. જે. પટેલે સરકાર સમક્ષ કરેલી રજૂઆત માટે મહેનતને બિરદાવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer