સામાજિક કુરિવાજો સમૂહશાદીથી ઘટે

સામાજિક કુરિવાજો સમૂહશાદીથી ઘટે
માંડવી, તા. 27 : તાલુકાના મોટા સલાયા ખાતે મખ્દુમ હાજી ઈબ્રાહીમ દરગાહ કમ્પાઉન્ડ ખિદમત એ ખલ્ક ગ્રુપ દ્વારા તેરમી સમૂહશાદીનું ભવ્ય આયોજન ગ્રુપના પ્રમુખ ગુલામહુસેન જી. સમેજાના નેતૃત્વ હેઠળ કરાયું હતું.કુલ્લે 41 યુગલના નિકાહ સૈયદ અલ્હાજ અનવરશા બાવાએ પઢાવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સૈયદ મોહંમદ મહેંદીશાએ તિલાવતે કુરઆન શરીફથી કરી હતી.શાબ્દિક સ્વાગત ગ્રુપના ખજાનચી ઘાંચી અનવરભાઈએ કર્યું હતું. નાત-એ-રસૂલ જનાબ સૈયદ જૈનુલઆબેદીન ગ્રુપના સભ્ય વલીમોહંમદ ભટ્ટીએ રજૂ કર્યું હતું. મંત્રી હસમતખાન પઠાણે સખી દાતાઓના સાથ સહકારથી ગ્રુપે 15 વર્ષમાં કરેલાં સામાજિક તથા શૈક્ષણિક કાર્યોની માહિતીનું વર્ણન કર્યું હતું.કાર્યક્રમના અધ્યક્ષ સૈયદ અલ્હાજ અનવરશા બાવા તથા હાજી ઈબ્રાહીમ દરગાહ કમિટી પ્રમુખ થૈમ હાજી આદમભાઈ, ભડાલા જમાતના પ્રમુખ ઈબ્રાહીમભાઈ ચવાણ તથા તમામ દુલ્હાઓનું ફૂલહારથી સ્વાગત સખીદાતાઓ તથા આમંત્રિત મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું. સૈયદ અલ્હાજ અનવરશા બાવાએ તકરીર ફરમાવતાં જણાવ્યું હતું કે, સમૂહશાદીને દીન-એ-ઈસ્લામમાં ખૂબ જ અહેમિયત આપવામાં આવે છે, કારણ કે સમાજમાં રહેલા કુરિવાજો સમૂહશાદીના માધ્યમથી દૂર થાય છે તથા સમય અને રકમનો ખૂબ જ બચાવ થાય છે. નિકાહમાં વકીલ તરીકે જુણેજા હાજી અહમદ હાજી હસન, માંડવી તથા ગવાહ તરીકે રાયમા ઈશા સિધિક, ગઢશીશા કોટાઈ હાજી મોહંમદકાસમ હાજી સુલેમાનવાળાઓએ સેવા આપી હતી. સખી દાતાઓના સહયોગથી ગ્રુપ મારફતે કરિયાવર દરેક દુલ્હનને અપાયું હતું. સમૂહશાદીમાં સૈયદ હાજી ઓસમાણશા, હાજી અહમદશા, સૈયદ કરમશાબાવા જીલાની, સૈયદ ફારૂકબાવા અમીનશા, સૈયદ રિઝવાનબાવા કાસમશા, મોખા હાજી આદમ ઈશાક, મોખા હાજી ઈસ્માઈલ ઈશાક, મોખા હાજી ઓસમાણ ઈશાક, મેમણ હાજી ઈશાક હાજી અબ્દુલ્લાહ, મંધરા હાજી ઈબ્રાહીમ હાજી ઈશાક, મંધરા હાજી હુસેનભાઈ, હાલેપોત્રા હાજી ઈબ્રાહીમ હાજી જાફર, જુસબ (ધ્રબ), ડો. મુસ્તાક રાયમા, પડયાર હનીફભાઈ સહિત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. સિનિયર તથા યુવા ખિદમત-એ-ખલ્કની ટીમે આયોજન સંભાળ્યું હતું. ધોબી જમાત, મસ્કા યુવા સર્કલ,  વલ્લભનગર યુવા સર્કલ વિગેરે વિસ્તારના યુવાઓ પણ સહયોગી બન્યા હતા.  સંચાલન રાયમા સુલતાન હુસેન જ્યારે આભારવિધિ સુમરા નઝીરઅલીએ કર્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer