માધાપરમાં બોલેરો ઊથલતાં રાજકોટના ત્રણ જણ ઘવાયા

ભુજ, તા. 27 : તાલુકાના માધાપર ગામે બોલેરો જીપકાર ઊથલી પડતાં ત્રણ જણ ઘવાયા હતા, જ્યારે અંજાર નજીક ગળપાદર પુલ પાસે બાઇક સ્લિપ થતાં બે જણ ઘવાયા હતા. પોલીસે આપેલી માહિતી મુજબ માધાપર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે ટંકારાથી ભુજ આવી રહેલી બોલેરો ઊથલી હતી. આ ઘટનામાં રાજકોટના હિતેશ રમેશ વાઘેલા (ઉ.વ. 20), પ્રવીણ ડાયા રાઠોડ (ઉ.વ. 35) અને અશ્વિન ભીખા રાઠોડ (ઉ.વ. 26) ઘવાયા હતા. તેમને સારવાર માટે ભુજ જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા.જ્યારે અંજાર નજીક ગળપાદર પુલ પાસે બાઇક સ્લિપ થતાં વેલસ્પન કંપનીમાં કામ કરતા મનોજ જયકુમાર પાસવાન (ઉ.વ.28) અને દિલીપ વિશ્વ મહંતો (ઉ.વ.32) જખ્મી બન્યા હતા. આ બન્નેને પણ ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. નોકરીએથી ઘરે જતી વેળાએ બન્ને યુવાનને આ અકસ્માત નડયો હતો તેમ પોલીસે ઉમેર્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer