કોટડા જડોદરમાં જુગાર રમી રહેલા 10 ખેલીને ઝડપાયા

કોટડા (જડોદર), તા. 27 : નખત્રાણા તાલુકાના આ ગામે સ્થાનિક નખત્રાણા પોલીસે દરોડો પાડીને ધાણીપાસા વડે જુગાર રમી રહેલા દશ જણને રૂા. 16,100 રોકડા સહિત કુલ્લ રૂા. 26,600ની માલમતા સાથે ઝડપી પાડી તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી. પોલીસસૂત્રોએ આપેલી માહિતી મુજબ ગઇકાલે સાંજે રામદેવ મંદિરની બાજુમાં ખુલ્લામાં આ દરોડો પડાયો હતો. પકડાયેલા તહોમતદારોમાં માધાપર (ભુજ) ગામના ઘનશ્યામ વિશ્રામ રાઠોડ અને વિશાલ સુરેશ ચૌહાણ, માનકૂવાના શંકર બાબુલાલ રાણવા, સાંયરાના કિરીટ જયંતીલાલ ચૌહાણ અને સંજય મૂળજી વાળંદ, વાલ્કા મોટાના અમિત શંભુલાલ ભટ્ટી, દેશલપર (ભુજ)ના પરેશ ધનજી રાઠોડ, મમુઆરા (ભુજ)ના કાંતિલાલ નથુ રાઠોડ, નોખાણિયા (ભુજ)ના ધીરજ મમુભાઇ વાળંદ અને ભુજના રાજેશ વલ્લભ વાળંદનો સમાવેશ થાય છે. આ ગામે વાળંદ સમાજના સમુહલગ્ન યોજાયા હતા, જેમાં ભાગ લેવા આવેલા પૈકીના અમુક જણ પડ માંડીને બેઠા હોવાની બાતમી મળ્યા બાદ પોલીસે આ દરોડો પાડયો હતો. અમુક ખેલીઓ દરોડા સમયે નાસી પણ ગયા હોવાનો ગણગણાટ સાંભળવા મળ્યો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer