નુંધાતડમાં બેન્ટોનાઇટ ખનન વિશેના શંકાસ્પદ જણાયેલા કેસની તપાસ શરૂ

ભુજ, તા. 27 : અબડાસાના નુંધાતડ ગામે લીઝ સિવાયના વિસ્તારમાંથી બેન્ટોનાઇટ ખનિજના ખનનનો મામલો સપાટીએ આવ્યો છે. અલબત્ત હાલના તબક્કે કાગળો અને દસ્તાવેજોનો અભ્યાસ ચાલુ  હોવાથી મામલો વિધિવત રીતે દફતરે ચડયો નથી. બહાર આવેલી પ્રાથમિક વિગતો અનુસાર નખત્રાણા વિભાગના નાયબ પોલીસ અધીક્ષકને આ પ્રકરણ વિશે જાણ થતાં તેમણે ખાણખનિજ ખાતાને જાણ કરી હતી. આ પછી આ તંત્રએ પોલીસને સાથે રાખીને તપાસની કામગીરી કરી હતી. જે સ્થળે તપાસ કરાઇ છે તે સ્થળ લીઝ સિવાયના વિસ્તારમાં થયેલું બેન્ટોનાઇટનું ખનન છે કે કેમ તેની ચોક્કસ વિગતો અંકે કરવા માટે લીઝના કાગળો અને અન્ય દસ્તાવેજો તથા નકશા વગરેની ચકાસણી જારી રખાઇ હોવાનું સાધનોએ જણાવ્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer