કચ્છમાં દિવ્યાંગોને રોજગારી આપવા પ્રશાસનના પ્રયાસ

ગાંધીધામ, તા. 27 : કચ્છના વહીવટીતંત્ર દ્વારા રોજગારીવાંચ્છુક દિવ્યાંગો માટે કરાયેલા પ્રયાસને કચ્છ દિવ્યાંગ સંગઠનને આવકાર્યો હતો. સંગઠનના મહેશ્વરી છગનભાઈ પચાણભાઈએ એક યાદીમાં જણાવ્યું હતું કે તાજેતરમાં કલેકટરના અધ્યક્ષસ્થાને  દિવ્યાંગો માટે રોજગારી ભરતી મેળાના આયોજન અર્થે  મળેલી બેઠકમાં  હકારાત્મક પ્રતિસાદ  મળ્યો હતો. જેમાં કચ્છના રોજગારવાંચ્છુક તમામ દિવ્યાંગોને રોજગારી મળે તે દિશામાં તાત્કાલિક ધોરણે પગલાં ભરવામાં આવ્યા છે.અધિક કલેકટર, પ્રાંત અધિકારી, રોજગાર અધિકારી, સમાજ સુરક્ષા અધિકારી સહિતના તમામ સરકારી અધિકારીઓ તથા  ઔદ્યોગિક એકમના પ્રતિનિધિઓનો  સંગઠને આભાર વ્યકત કર્યો હતો.તમામ દિવ્યાંગોને તા. 10/3 સુધી  રોજગાર કચેરી, બહુમાળી ભવન  ભુજ ખાતે નામ નોંધણી કરાવવા સંગઠને એક યાદીમાં અનુરોધ કર્યો  છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer