રાજ્યસ્તરની સમિતિમાં ગાંધીધામ ધારાસભ્ય નિમાયાં

ગાંધીધામ, તા. 27 :રાજ્ય સરકાર દ્વારા લોકોના પ્રશ્નોના નિવારણ માટે વિવિધ પરામર્શ સમિતિની રચના  કરવામાં આવે છે તે પૈકીની એક સમિતિમાં ગાંધીધામના ધારાસભ્યની  વરણી કરાઈ છે. રાજ્યના સહકાર, રમત ગમત યુવા સાંસ્કૃતિક વિભાગ (સ્વતંત્ર હવાલો)ની પરામર્શ સમિતિ રાજયકક્ષાના પ્રધાન ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલની અધ્યક્ષતામાં રચવામાં આવી છે. આ સમિતિમાં ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની નિમણૂક કરાઈ છે. સમિતિમાં વરણી બદલ તેમને લોકોએઁ શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યાં હતાં. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer