ધવરવાળા મત્સ્ય બંદરની નાળનું ડ્રેજિંગ કરાવો

વંડી (તા. અંજાર), તા. 27 : તુણા ટેકરા અદાણી પોર્ટના બાંધકામ વખતે 2012માં વંડી, તુણા, રામપર, સંઘડ તથા અન્ય વિસ્તારના માછીમાર વાઘેર મુસ્લિમ સમાજના આગેવાનોએ બંદરનો વિરોધ નહીં પણ સહમતી દર્શાવી તે વર્ષ દરમ્યાન 10થી વધારે મૌખિક બેઠકો યોજી હતી તે મુજબ આગામી માછીમારની સિઝન તા. 16/8/2020ના શરૂ?થતાં પહેલાં સવલતોનો અમલ કરાવવા મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ છે.ગામ વતી અરજદાર ગાધ અબ્દુલ હાજી ઉંમરે જણાવ્યું હતું કે, તે સમયે માછીમારોની આજીવન રોજગારી સલામત રહે તેવી બેઠકોમાં ચર્ચા થઇ હતી. આ બેઠકોમાં આગેવાનો સાથે તુણા ટેકરા અદાણી પોર્ટના મેનેજર હિરેનભાઇ?શાહ, મુંદરા અદાણી પોર્ટના રક્ષિતભાઇ?શાહ, મુકેશભાઇ સક્સેના તથા બંદરના અન્ય અધિકારીઓ સાથે થયેલી ચર્ચા મુજબ રજૂઆતો છતાં આજ સુધી અમલ કરાયો નથી. માછીમારોની માંગ અંગે શ્રી ગાધે જણાવ્યું કે, ધવરવાળા મત્સ્ય બંદર પર રહેતા માછીમારોની બોટ અવરજવર કરવા ક્રીકમાં ડ્રેજિંગ કરવું, બંદર પર સિઝનમાં 1500 માછીમાર રહી શકે તેવી સવલત આપવી, શિક્ષિતને નોકરી આપવી વગેરે પૂરી શકાય. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer