કુંદરોડીમાં કાર્યરત કંપનીની પાસે કામદારોના પૂરા સરનામાં જ નથી!

ગુંદાલા (તા. મુંદરા), તા. 27 : કુંદરોડી સ્થિત ક્રોમીની સ્ટીલ કંપની પાસે કામ કરતા કર્મચારીઓના નામ-જિલ્લાનું નામ છે. પરંતુ પૂરતા સરનામાં નથી. મુંદરા તાલુકાના છસરા ગામના સામાજિક અગ્રણી કલ્યાણભાઈ ગઢવીએ મુખ્યમંત્રીથી માંડીને કલેક્ટર, પ્રાંત અધિકારી સહિતનાને પાઠવેલા પત્રમાં જણાવ્યા મુજબ ક્રોમીની કંપની પાસે કર્મચારોઓની માહિતી માગતા કંપનીએ લેખિતમાં કુલ 335 કર્મચારીઓ કામ કરતા હોવાનું જણાવી કર્મચારીઓના નામ અને જિલ્લાની માહિતી આપી. પરંતુ પૂરતા સરનામાં આપ્યા નહીં. આ અંગે જિલ્લા રોજગાર કચેરીમાં પણ માહિતી નથી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer