ઇન્સા કાર્યક્રમ હેઠળ કચ્છ યુનિ.માં આજે આંતરરાષ્ટ્રીય ભૂસ્તર વૈજ્ઞાનિકનું વ્યાખ્યાન

ભુજ, તા. 27 : કચ્છ યુનિવર્સિટીને ગૌરવ આપે તેવી એક ઘટનામાં આવતીકાલે તા. 28/2ના શુક્રવારે આંતરરાષ્ટ્રીય સ્તરના ભૂસ્તર વૈજ્ઞાનિક એન. ક્રિસ્ટી બ્લિકનું વક્તવ્ય યોજાશે જ્યારે તા. 29/2 શનિવારે કચ્છની  મુલાકાત યોજાશે.અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીની લેમોન-ડોહેર્ટી અર્થ ઓબ્ઝર્વેટરીના પ્રો. ક્રિસ્ટી કાલે ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડમી (ઇન્સા) દ્વારા પ્રાયોજિત વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત યુનિ.ના અર્થ એન્ડ એન્વાયર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં વ્યાખ્યાન આપશે. ઇન્સા દ્વારા પ્રાયોજિત આ વ્યાખ્યાન શ્રેણીનું ભારતની વિવિધ યુનિવર્સિટીઓમાં વિક્રમ સારાભાઇ ચેટ?હેઠળ આયોજન કરવામાં આવી રહ્યું છે. દિલ્હી યુનિવર્સિટી, લખનૌ યુનિ., કોલકાતાની જાદવપુર યુનિ., આઇઆઇટી-મુંબઇ બાદ હવે આ વૈજ્ઞાનિક કચ્છની મુલાકાતે આવી વ્યાખ્યાન આપશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer