એટ્રોસીટી સાથેના મારામારીના કેસમાં આરોપીઓ નિર્દોષ ઠર્યા

ભુજ, તા. 27 : અંજાર તાલુકામાં ભીમાસર ગામ નજીક બનેલા જાતીય રીતે અપમાનિત કરવા સાથે હુમલો થવાના કેસમાં આરોપીઓને નિર્દોષ ઠેરવતો ચુકાદો અપાયો હતો.ભાજપના કાર્યકર અને યુવક મંડળના ઉપપ્રમુખ તરીકે કાર્યરત શંકરભાઇ વેલજી પરમારે આ વિશેની ફરિયાદ અંજાર પોલીસ મથકમાં લખાવી હતી. અંજાર સેશન્સ કોર્ટના ન્યાયાધીશ એમ.એફ. ખત્રી સમક્ષ આ કેસ ચાલ્યો હતો. તેમણે આરોપીઓ રવિ દેવદાન ભીખાભાઇ વીરડા અને સંજય ઘેલા હુંબલ આહીરને નિર્દોષ ઠેરવતો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં આરોપીઓના વકીલ તરીકે દિનેશભાઇ જે. રાવલ, ભરતકુમાર આર. પ્રજાપતિ અને વિનોદ જે. રાવલ રહ્યા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer