ચોરીના કેસમાં એક વર્ષથી ભાગેડુ ભુજવાસી ઝડપાયો

ભુજ, તા. 27 : તાલુકાના પદ્ધર પોલીસ મથકમાં દાખલ થયેલા ચોરીના કેસમાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી ભુજના કાસમ ઉર્ફે કાસુ ઇશા કુંભારને પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાની પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા પકડી પડાયો હતો. આ ભાગેડુ આરોપી શેખપીર ચાર રસ્તા ખાતે હાજર હોવાની બાતમી મળ્યા બાદ સ્કવોડે ત્યાં ધસી જઇને તેને દબોચી લીધો હતો. બાદમાં આરોપીને પદ્ધર પોલીસના હવાલે કરાયો હતો. સ્કવોડના રઘુવીરાસિંહ જાડેજા અને દિનેશ ગઢવીની બાતમીના આધારે ફોજદાર એમ. કે. ચૌધરીની રાહબરીમાં આ ભાગેડુને પકડવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી તેવું સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer