કચ્છમાં ઠંડી ઘટતાં શાળાઓનો શનિવારનો સમય પૂર્વવત કરો

ભુજ, તા. 27 : કચ્છમાં ઠંડીનું પ્રમાણ ઘટતાં પ્રાથમિક શાળાઓનો શનિવારનો સમય પૂર્વવત કરવા સહિતના શિક્ષકોના વણઉકેલ્યા 13 પ્રશ્નો સંદર્ભે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્ર્રતિનિધિ મંડળે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.જિલ્લા સંઘના મહામંત્રી કેરણાભાઈ આહીરના જણાવ્યા મુજબ જિલ્લા શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા, રાજ્યસંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજા, ધીરજ ઠક્કર, જિતેન્દ્ર ઠક્કર, ઘનશ્યામસિંહ જાડેજા વગેરે જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી સંજય પરમાર તથા નાયબ જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી નીલેશ ગોરને રૂબરૂ મળી જિલ્લાના શિક્ષકોની સેવાપોથી ગ્રુપ કક્ષાએ રાખવા, સાતમા પગારપંચના સ્ટીકરો ઝડપથી મેળવવા, તા.પં. શિક્ષણ શાખાઓમાં કલાર્કની ખાલી જગ્યા ભરવા, હાયરગ્રેડ તથા એસ.બી. અપડેટની કામગીરીમાં ઝડપ લાવવા, એસ.પી. એલ. રજાઓને કપાતમાં ન ગણવા, બી.એલ.ઓ.ને વળતર રજા આપવા ઉપરાંત સમગ્ર જિલ્લામાં અક્ષયપાત્ર યોજના શરૂ કરવા, વિદ્યાસહાયકોને સમયસર નિયમિત મહેકમમાં સમાવવા, શાળાઓને સમયસર કન્ટીજન્સી ફાળવવા, સી.પી.એસ.ના ઓનલાઈન ફોર્મ સત્વરે ભરાવવા સહિતના પ્રશ્નો અંગે આવેદનપત્ર આપતાં શ્રી પરમારે યોગ્ય ઉકેલ માટે ખાતરી આપી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer