આદિપુરમાં સાયબર સુરક્ષા અને નશીલા પદાર્થો સંદર્ભે વિદ્યાર્થીઓને માર્ગદર્શન

આદિપુરમાં સાયબર સુરક્ષા અને નશીલા પદાર્થો સંદર્ભે વિદ્યાર્થીઓને માર્ગદર્શન
ગાંધીધામ, તા. 20 : પૂર્વ કચ્છ એસ.ઓ.જી. દ્વારા આદિપુરની શાળામાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સાયબર સુરક્ષા અને નાર્કેટીક્સ ડ્રગ્સ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિપુરની સેન્ટ ઝેવિયર્સ શાળામાં આયોજિત આ કાર્યક્રમમાં કોમ્પ્યુટર, મોબાઇલ ટેકનોલોજી, સાયબર વિશ્વ, સાયબર ક્રાઇમ શું છે ? તેના પાછળ જવાબદાર તત્ત્વો કોણ હોઇ શકે ? તેના પ્રકાર તથા ટેકનોલોજીથી થતા ગુના, બાળકો, વિદ્યાર્થીઓએ ઇ-મેઇલ, ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ વગેરે સોશિયલ મીડિયા વાપરતા શું અને કેવી બાબતોનું ધ્યાન રાખવું તેની સમજ આપવામાં આવી હતી. બેંક થકી છેતરપિંડી, તેના પ્રકાર, સાયબર બૂલિંગ શું છે અને તેનાથી બચવાના ઉપાય, સાયબર ઓનલાઇન ગેમિંગ, પબજી ગેઇમ શું નુકસાન કરી શકે સાયબર ગ્રુમિંગ શું છે. તેનાથી બચવાના ઉપાયો વગેરે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. નશીલા પદાર્થોથી નુકસાન તેનાથી બચવા શું કરવું વગેરે અંગે પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપવામાં આવી હતી. ધો. 8થી 12ના વિદ્યાર્થીઓ, શિક્ષકો, શાળાનો સ્ટાફ વગેરે હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં એસ.ઓ.જી. પી.આઇ. વી.પી. જાડેજા, શાળાના પ્રિન્સિપાલ, આદિપુર પોલીસ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. એસ.ઓ.જી.ના ગોપાલભાઇ સોધમે પ્રેઝન્ટેશન દ્વારા વિદ્યાર્થીઓને જુદી જુદી  અને વિસ્તૃત માહિતી આપી  હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer