નખત્રાણામાં વિવિધ વિકાસકામો સાથે સફાઇ ઝુંબેશ હાથ ધરાશે

નખત્રાણામાં વિવિધ વિકાસકામો સાથે સફાઇ ઝુંબેશ હાથ ધરાશે
નખત્રાણા તા.20 : સૌથી મોટી અહીંની જૂથ ગ્રામ પંચાયતની સામાન્યસભા સરપંચ લીલાબેન પાંચાણીના અધ્યક્ષસ્થાને મળી હતી.આ સભામાં વિવિધ પ્રશ્નો મુદ્દાઓ ચર્ચાયા હતા. ગ્રામ પં.ના આગામી બજેટને આ બેઠકમાં બહાલી અપાઇ હતી. તો પંચાયતના સદસ્યો દ્વારા નગરમાં વિકાસ કામોની રજુઆત કરાઇ હતી. આ તમામ કામો શરૂ કરાશે તેવું જણાવાયું હતું. નગરમાં સફાઇ ઝુંબેશ શરૂ કરાશે. તેમજ જેમના પંચાયતના વેરા બાકી છે તેમની પાસેથી વેરા વસૂલાત માટે વોર્ડવાઇઝ કેમ્પ ગોઠવી વેરા લેવા આયોજન કરાશે. સભામાં ઉપસરપંચ ચંદનસિંહ રાઠોડ સા. ન્યાય સમિતિના ચેરમેન ખીમજીભાઇ મારવાડા, સભ્યો બ્રિજેશ ઠક્કર, મુસાભાઇ, ભરતભાઇ સુરાણી, દિનેશ પટેલ, નીલેશ ડોસાણી, ભીખાભાઇ રબારી, પરેશ સાધુ, અશોકભાઇ, બિંદિયાબેન, સીતાબેન, ઉર્મિલાબેન, ફાલ્ગુનીબેન, રેખાબેન, ચંદ્રાબા ઝાલા, મોંઘીબેન, રંજનબેન, સરસ્વતીબેન ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન તલાટી રમેશભાઇ માળીએ કર્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer