ભચાઉમાં ટીબી તથા એચઆઈવી વાળા દર્દીઓને રાશનકિટ અર્પણ

ભચાઉ, તા. 20 : ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો. એ. કે. સિંઘનાં માર્ગદર્શન હેઠળ તેમજ સી.એચ.સી. ભચાઉના અધીક્ષક ડો. કે. કુમારના સહયોગથી અને ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના અધ્યક્ષ સ્થાને દાતા દ્વારા ટીબી અને એચ.આઇ.વી. ગ્રસ્ત જરૂરિયાતમંદ દર્દીને રાશનકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયત પ્રમુખ ભરતસિંહ જાડેજા, વિકાસ રાજગોર, ઉમિયાશંકર જોશી, જનકસિંહ જાડેજા તેમજ ડો. જગદીશ ચૌધરી હાજર રહ્યા હતા. તેમજ આવેલા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ટીબીની સારી કામગીરી બાબતે ભચાઉના અધીક્ષક તથા ધારાસભ્ય દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. રાશનકિટના દાતા જનાણના સરપંચ નરેન્દ્રદાન ગઢવી તેમજ જશાભા શિવદાન ગઢવી તેમજ અન્ય દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. એસ.ટી.એલ.એસ. પંડયાભાઇ, એસ.ટી.એસ. આર. કે. પટેલ, લેબ. ટેક. પ્રદીપ પટેલ, એડોલેશન્ટ હેલ્થ કાઉન્સેલર દિશા સુથાર, આર.એમ.સી.એચ. કાઉન્સેલર કૃપાબેન પટેલ, અશોકભાઇ તેમજ લાલજી મહારાજએ સહયોગ આપ્યો હતો. તાલુકા હેલ્થ સુપરવાઇઝર દીપકભાઇ દરજીએ આભારવિધિ કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer