શિવનો અર્થ સુખ, શાંતિ અને સમૃદ્ધિ

શિવનો અર્થ સુખ, શાંતિ અને સમૃદ્ધિ
ભુજ, તા. 19 : બુધવારે અહીંના નૂતન સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા 30 લાખ રુદ્રાક્ષ જડિત શિવલિંગે અભિષેક કરાયા બાદ કથાકાર બટુકભાઇ વ્યાસના વ્યાસાસને શિવકથાનો પ્રારંભ કરાવતાં જણાવ્યું હતું કે, શિવનો અર્થ છે સુખ, શાંતિ અને સમૃદ્ધિ. શહેરના મિરજાપર રોડ ખાતે જયનગર સામેના મેદાનમાં `કૈલાસ માનસરોવર ધામ' ખાતે આયોજિત શિવકથાના પ્રારંભે સ્વામિનારાયણ મંદિરેથી પોથીયાત્રા નીકળી હતી જે કથા સ્થળે પહોંચ્યા બાદ સંતોના હસ્તે 35 ફૂટ ઊંચા અને 30 લાખ?રુદ્રાક્ષથી જડિત શિવલિંગનું અનાવરણ કરી અભિષેક કરાયો હતો. આ પ્રસંગે સંતો તેમજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય બાદ શિવમહાપુરાણનો પ્રારંભ કરાયો હતો. સંતોએ શિવનો મહિમા સમજાવ્યો હતો.ં કથાકાર શ્રી વ્યાસે સંતોનો આભાર માન્યો હતો.આ પ્રસંગે પંકજભાઇ વ્યાસ (કથાકારના ભાઇ), ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, ભાજપ મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, ઇશ્વરગિરિ ગોસ્વામી, માવજીભાઇ ગુંસાઇ, દિનેશભાઇ ઠક્કર (માધાપર), નરેશભાઇ સોમૈયા, સંતો-મહંતો તેમજ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. દરમ્યાન, કથા સ્થળે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ભુજ દ્વારા 12 જ્યોતિર્લિંગ મુકાયા છે, જે કથાકારના હસ્તે ખુલ્લા મુકાયા હતા.આ તકે બ્રહ્માકુમારી રક્ષા દીદી, ગીતા દીદી (દીવ), કિરણબેન (નખત્રાણા), મીનાબેન (ભુજ), બીનાબેન (માધાપર), લીનાબેન (બિદડા)સહિતના હાજર રહ્યા હતા.કથા દરમ્યાન આધ્યાત્મિક પ્રદર્શની, વ્યસન અને વિકાર મુક્તિ, ભગવાનને પત્ર?અને રાજયોગ શિબિરનું આયોજન કરાયું છે.તા. 22થી 25 સુધી આયોજિત નિ:શુલ્ક રાજયોગ મેડિટેશન શિબિરમાં જોડાવવા ઇચ્છુકે મો. 94275 68886 અથવા 63521 87900નો સંપર્ક કરવા જણાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer