પૂર્વ કચ્છમાં ત્રણ સ્થળેથી પોલીસે 75 હજારનો દારૂ પકડી પાડયો

પૂર્વ કચ્છમાં ત્રણ સ્થળેથી પોલીસે 75 હજારનો દારૂ પકડી પાડયો
ગાંધીધામ, તા. 19 : પૂર્વ કચ્છમાં પોલીસે દારૂ અંગેના ત્રણ દરોડા પાડી રૂા. 75,050નો શરાબ જપ્ત કર્યો હતો. જેમાં ત્રણ પકડાયા હતા જ્યારે ત્રણ પોલીસના હાથમાં આવ્યા નહોતા.રાપરનાં છેવાડાના એવા બાલાસર ગામની સીમમાં ખારકીયા નામથી ઓળખાતા ખેતરમાં પૂર્વ બાતમીના આધારે પોલીસે છાપો માર્યો હતો. ખેતરનો કબજેદાર તથા દારૂ રાખનાર એવો નાથા રામા દૈયા (રજપૂત) નામનો શખ્સ પોતાના ખેતરમાં પોલીસને હાજર નહોતો મળ્યો.તેના ખેતરમાંથી રીયલ બ્લેન્ડેડ 750 એમ.એલ.ની 12 બોટલ, રીયલ બ્લેન્ડેડ 180 એમ.એલ.ના 424 કવાર્ટરીયા, બોબ્સ ઓરેન્જ વોડકા 90. એમ.એલ.ની 333 નાની બોટલ એમ કુલ રૂા. 63,250નો અંગ્રેજી શરાબનો જથ્થો સ્થાનિક પોલીસે જપ્ત કર્યો હતો. દરોડાની કાર્યવાહીમાં પી.એસ.આઇ. બી.જે. પરમાર, અમરશી મોરી, વિક્રમ દેસાઇ, નટવરલાલ પાનસરા, જીતેન્દ્ર પરમાર વગેરે જોડાયા હતા.અંજારના કોટડા નજીક દારૂ અંગેની બીજી કાર્યવાહી કરવામાં આવી હતી. બાઇક નંબર જી.જે. 12-બી.એ. 8466ને પોલીસે રોકાવી પાછળ બેઠેલા શખ્સ પાસેના થેલાની તલાશી લેતાં તેમાંથી દારૂની બોટલો નીકળી પડી હતી. પરિણામે અંજારના પ્રવીણ માદેવા સોઢા અને વિમલનાથ બટુકનાથ નાથબાવા નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સો પાસેથી પાર્ટી સ્પેશિયલની 20 બોટલ કિંમત રૂા. 7000નો શરાબ જપ્ત કરાયો હતો. આ બન્ને મનફરાના હિતેશ કોળી પાસેથી દારૂની બોટલો લઇ આવ્યા હતા. ત્રીજો દરોડો ગાંધીધામના મિરાજ સિનેમા પાસે પાડવામાં આવ્યો હતો. મિરાજ સિનેમા પાસે મહેશ હરિલાલ બલદાણિયા બાઇક નંબર જી.જે. 12-સી.એન. 5232વાળું રાખી તેમાં થેલો લટકાવી શરાબની બોટલો વેંચી રહ્યો હતો. તે દરમ્યાન તેની પોલીસે અટક કરી તેની પાસેથી રૂા. 4800ની 12 બોટલ દારૂ જપ્ત કરાયો હતો. આ શરાબને અનિલ પ્રજાપતિ પાસેથી લઇ આવ્યાનું પોલીસની તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer