સંતોની બદબોઇથી હરિભક્તો રોષિત

વસંત પટેલ દ્વારા- કેરા (તા. ભુજ), તા. 19 : સ્વામિનારાયણ મંદિર સંચાલિત ઇન્સ્ટિટયૂટની કલંકિત ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે, કાર્યવાહી થઇ?રહી છે. પ્રથમ દૃષ્ટિએ જે કોઇ જવાબદારો છે તેની ધરપકડ થઇ અને આજે જામીન થઇ?ગયા છે. હરિભક્તો માટે કાયદો સર્વોપરી છે. સહન થાય એટલું કર્યું... પણ આ ઘટનાને સાંકળી સંતોની બદબોઇ અમે સહન નહીં કરીએ એવો સંદેશ વિજ્યા એકાદશીની રેલીમાં અપાયો હતો, જેમાં હિન્દુ સમુદાય સાથે લેવા પટેલ ચોવીસીની વિશાળ હાજરીએ આકરા મિજાજનું `ટ્રેલર' બતાવ્યું હતું. કચ્છમિત્રએ વિવિધ?ક્ષેત્રના ભક્તોના વિચાર જાણ્યા હતા. સૌએ સંતોના ઋણને ભૂલવા ન જોઇએ એવો ભાવ વ્યક્ત કર્યો હતો. સંસ્થાએ નિયમ બદલી દીધા પછી ......કાયદા પર ભરોસો રાખવાને બદલે મંદિરની નીતિ અને સંતોના વિચારોને હીન સાબિત કરવાના પ્રચારથી લોકોની આસ્થા પર ઘા થયો છે. કચ્છમિત્રે આ સંદર્ભે જનસામાન્ય પ્રતિભાવ મેળવતાં ઘટનાને લઇ?અતિરેક થયાની ધાર્મિક લાગણી વ્યક્ત થઇ?હતી. લેવા પટેલ સમુદાયના પીઢ વડીલોએ કહ્યું, અબજી બાપા, શાત્રી અક્ષરજીવનદાસજી સ્વામી, શાત્રી ધર્મજીવનદાસજી સ્વામી, ધનબાઇ?ફઇએ આ સમાજને વૈજ્ઞાનિક રીતિમાં લાવ્યો છે, વિદેશ જવા પ્રેરણા કરી છે, પત્ર સત્સંગ કરાવી કઠિન સમયે વૈચારિક સાંત્વના આપી છે, નિર્વ્યસની રાખ્યા છે, માતૃભૂમિ કચ્છ સાથે જોડી રાખ્યા છે. સંતોના આ ઋણમાંથી લેવા પટેલો ક્યારેય મુક્ત ન થઇ?શકે તેવી લાગણીભરી વાત સોશિયલ મીડિયા અને રૂબરૂ થઇ રહી છે. રજસ્વલા મુદ્દે વૈચારિક વાત મૂકનારા સમાજના પીઢ અને આદરણીય આગેવાને વ્યક્ત કરેલા વિચારો સંસ્થાઓની વિકાસ યાત્રાનો ભાગ છે અને આંતરિક બાબત છે એવો સંતુલિત પ્રતિભાવ આપનારા ઉદાર હૃદયી સંતોએ આ સમુદાય સાથે કેટલો ગહન નાતો છે તે સાબિત કર્યું છે. તો બીજીબાજુ અમુક વિઘ્નસંતોષીઓ દ્વારા કોઠારી પદની લાલચની યુક્તિભરી વાત છેડીને લેવા પટેલોને બોલવા મજબૂર કર્યા છે કે, દાન તો સ્થિતિ હોય તે આપે, પણ 240થી વધુ દીકરા - 450થી વધુ દીકરીઓ સત્સંગના ચરણે ધરો... પછી આંગળી ચીંધજો... જે સમાજના આટલા સંતાનો પ્રતિનિધિ તરીકે જે સંસ્થામાં હોય તેને કોઇપણ પદનો લોભ કે લાલચ ન હોય તે સ્પષ્ટ છે. અત્રે એ વાત નોંધનીય છે કે, નિંદનીય ઘટનાની આ સમુદાયે અતિ નિંદા કરી છે. યુ.કે., આફ્રિકા, ઓસ્ટ્રેલિયાના શિક્ષિત ચુસ્ત સત્સંગી મહિલા વર્ગે ઘટનાને અસ્વીકાર્ય ગણાવી ટ્રસ્ટનો જવાબ માગ્યો છે. ભોગગ્રસ્ત છાત્રાની પડખે ઊભા છે આ વાત સમુદાયની તટસ્થતા બતાવે છે. પણ?તે પછીની ઘટનાઓથી દેશ-વિદેશવાસી હરિભક્તો ખળભળી ઊઠયા છે. યુ.કે.ના આઠ મંદિરો, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા તેમજ ચોવીસી સંતોના વિચારોને હીન બતાવવાની વૃત્તિને નહીં સાંખે તેવો સ્પષ્ટ સંદેશો આપી દીધો છે. રેલીની વિશાળ હાજરી અને લોકોએ કામ-ધંધા બંધ?રાખી એકતા બતાવી છે. ચોવીસીના ગામો બેનમૂન છે. નાના અવાડાથી લઇ સ્કૂલ, બાલમંદિર, હાઇસ્કૂલો, તળાવો, ગૌરક્ષણ, સંપ્રદાય સિવાયના મંદિરોની માવજત, લાયબ્રેરી, ટ્રસ્ટના દવાખાના જેવી સગવડો ભુજ મંદિરના સંતોની પ્રેરણાથી છે. સમાજની કન્યાશાળા કે જેમાં અંદાજે છ?હજારથી વધુ દીકરીઓ ભવિષ્ય બનાવી ચૂકી છે તેના નિર્માણમાં શાત્રી ધર્મજીવનદાસજી સ્વામી, મોરલીમનોહર સ્વામી, ઘનશ્યામજીવન સ્વામી, ધર્મકિશોર સ્વામી, પુરાણી હરિસ્વરૂપદાસજી, પુરાણી માધવપ્રિય સ્વામી, પુરાણી પ્રેમપ્રકાશદાસજી અને વર્તમાન મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી, કોઠારી શામજી ભગત અને વરિષ્ઠ કોઠારી જાદવજી ભગત જેવા સંતોએ સાથ?આપ્યો હોવાનું લેવા પટેલના ઇતિહાસ સંઘર્ષ ગાથામાં ખુદ સમાજે નોંધ્યું છે. કોઇપણ ઘટના કે વિચાર મંદિર કે સમાજના મીઠા સંબંધોમાં ઝેર ભેળવી શકશે નહીં તે સૌએ સમજવું રહ્યું. અલબત્ત, સંબંધિતો સમગ્ર ઘટનામાંથી બોધપાઠ લે તેવી વાત પણ?બુદ્ધિજીવી હરિભક્તોએ કહી છે. આ તમામ વિચારો લોકોએ વ્યક્ત કર્યા છે તેનું સંકલન જ અહીં પ્રસ્તુત કરાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer