પ્રથમ ટેસ્ટમાં ઇશાંત અને પૃથ્વીને તકનો સંકેત આપતો કોહલી

વેલિંગ્ટન, તા. 19 : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આજે એવો સંકેત આપ્યો હતો કે, અનુભવી ઝડપી બોલર ઇશાંત શર્મા અને યુવા ઓપનિંગ બેટસમેન પૃથ્વી શોનો ન્યૂઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટની ઇલેવનમાં સમાવેશ થઇ શકે છે. બુધવારે થયેલી નેટ પ્રેક્ટિસ પરથી એવું કહી શકાય કે, શ્રેણીની પહેલી ટેસ્ટમાં રિદ્ધિમાન સાહા વિકેટકીપર તરીકે રિષભ પંતની જગ્યા લઇ શકે છે. જ્યારે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ઇશાંત શર્મા ત્રણ વિશેષજ્ઞ ઝડપી બોલર તરીકે લગભગ હશે. હનુમા વિહારી છઠ્ઠા બેટધર અને પાંચમા બોલરની જવાબદારી સંભાળી શકે છે. જયારે એકમાત્ર સ્પિનર તરીકે ભારતીય ઇલેવનમાં આર. અશ્વિન હશે. આમ છતાં રવીન્દ્ર જાડેજાના ઓલરાઉન્ડરના રૂપને નજરઅંદાજ થઇ શકે તેમ નથી. પત્રકાર પરિષદમાં કોહલીએ કહ્યંy હતું કે, તે (ઇશાંત) પહેલાની જેમ જ બિલકુલ સામાન્ય છે. ઇજા પછી તે પહેલાની જેમ બોલિંગ કરી રહ્યો છે. તે ન્યૂઝીલેન્ડમાં પહેલા બોલિંગ કરી ચૂકયો છે. તેનો અનુભવ અમારા માટે લાભકારક રહેશે. કોહલીએ કહ્યંy, કે અમે પૃથ્વીની નૈસર્ગિક બેટિંગમાં બદલાવ નથી ઇચ્છતા. તે એક પ્રતિભાશાળી ખેલાડી છે. તેની પાસે રમવાની તેની ખુદની સ્ટાઇલ છે. યુવા ખેલાડીઓ પર સારા પ્રદર્શનનું કોઇ દબાણ નથી. મયંકે જે રીતે ઓસ્ટ્રેલિયામાં દેખાવ કર્યો હતો તેવો પૃથ્વી ન્યૂઝીલેન્ડમાં કરી શકે છે. આ તકે કોહલીએ એમ પણ કહ્યંy કે, ત્રણ મેચની વન ડે શ્રેણીના પરાજયનું દબાણ ટીમ અનુભવતી નથી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer