કચ્છના ગ્રામીણ માળખાના બજેટની ચર્ચા

ભુજ, તા. 19 : કચ્છના ગ્રામીણ માળખાનું વ્યવસ્થાપનની જવાબદારી વહન કરતી કચ્છ જિલ્લા પંચાયત દ્વારા આગામી સામાન્ય સભામાં રજૂ કરવા અંદાજપત્રની તૈયારી માટે વર્તમાન બજેટ અંતર્ગત થયેલા ખર્ચની સમીક્ષા કરાઈ હતી. પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાનો વિગતો જાણવા ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે, તા. 18ના શાખાધ્યક્ષો સાથે ડીડીઓએ બેઠક યોજી હતી, તે અંગે ગુરુવારે વિગતો જોઈને ચર્ચા કરાશે, આખરી ઓપ અપાશે. જો કે, બજેટ પુરાંતવાળું હશે તેવું ઉમેર્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીને પૂછતાં તેમણે જણાવ્યું કે, આંતરિક બેઠક યોજી તેમાં કેટલો ખર્ચ ધાર્યો હતો અને કેટલો ખર્ચ થયો તેની સમીક્ષા કરી હતી અને ખર્ચ ઓછો થયો છે તો વધારવા સૂચના અપાઈ હતી. આગામી વિકાસકામો માટે સરકારી ગ્રાંટ મેળવવા શું કાર્યવાહી કરાશે, સ્વભંડોળ વધારવા શું કરાશે, ખર્ચ પર અંકુશ મૂકવા કેવા પગલાં ભરાશે તેવી વિગતો આગામી બેઠકો બાદ બહાર આવશે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer