કાલે કચ્છભરમાં મહાશિવરાત્રિ પર્વની ઉજવણી

ભુજ, તા. 19 ; મહાશિવરાત્રિ પર્વની તા. 21ના જિલ્લાભરમાં ઉજાણી કરવામાં આવશે.ભુજ : સત્યનારાયણ મંદિર : રામધૂન પાસે સંકુલમાં બિરાજતા લાખેશ્વર મહાદેવ મંદિરે, તા. 21-2ના મહાશિવરાત્રિ પ્રસંગે બરફલિંગના દર્શન સવારથી સાંજ સુધી. ઓમકારેશ્વર મહાદેવ મંદિર : આઇયાનગર ખાતે તા. 21ના સવારે 10 વાગ્યે શિવમહિમ્નસ્તોત્ર પાઠ સાથે બરફના શિવલિંગનું પૂજન-અર્ચન સાંજે 6-45થી 7-45 મહાઆરતી શિલ્પાબેન ગણાત્રા પરિવાર તરફથી 9થી 12 ચાર પ્રહરની આરતી પૂજન ઓમકારેશ્વર મહિલા મંડળ દ્વારા.કચ્છ વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિ : તા. 21ના શુક્રવારે, સવારે 7-30 વાગ્યાથી લઘુરુદ્ર તથા સાંજે 6-30 વાગ્યે મહાઆરતી જ્ઞાતિના સોમનાથ મહાદેવ મંદિર ખાતે.મુક્તેશ્વર મહાદેવ મંદિર : લોહાણા ભવનની બાજુમાં ઓરિએન્ટ કોલોની સામે, સાંજે 7-15 વાગ્યે મહાઆરતી, ચારપ્રહરની પૂજા.મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા મોઢેશ્વર મહાદેવના મંદિરે તા. 21ના મહાશિવરાત્રિ પર્વે સાંજે પાંચથી સાત વાગ્યા સુધી શિવ મહિમ્ન સ્તોત્રનું પઠન-શિવ માનસ પૂજા તથા રાત્રિના ચાર પ્રહરની પૂજા. હાટકેશ અંબિકા મહિલા મંડળ દ્વારા  મહાશિવરાત્રિની પૂર્વ સંધ્યાએ બાળકો અને વડીલો માટે નટરાજ નમો નમ: સ્તુતિ સ્પર્ધા ભાગ લેનાર વત્સલાબેન શુકલા અથવા ભૈરવીબેન વૈદ્ય પાસે નામો નોંધાવવા. સ્પર્ધા તા. 20/2ના સાંજે 6.30 વાગ્યે પાઠશાળા ખાતે.ભુજ : પડદાભીટ્ટ હનુમાન મંદિરમાં આવેલા અમરનાથ મહાદેવના મંદિરે ભાંગની પ્રસાદી તેમજ સવારે આરતી અને સાંજે સંધ્યાઆરતી.માધાપર-નવાવાસ : ધીંગેશ્વર મહાદેવ મંદિરે ચાર પ્રહરની પૂજા. માધાપર-નવાવાસ : ગંગેશ્વર મહાદેવ મંદિર : રાજગોર યુવા સંગઠન દ્વારા સવારે 10 કલાકે મહાઆરતી, રાસ-ગરબા, બપોરે મહાપ્રસાદ.પાલારા રામેશ્વર શિવાલય :ખાતે વહેલી સવારે મંગળા આરતી, ધ્વજારોહણ, સાંજે 5.00 કલાકે ભકિત સંગીત,  ચાર પ્રહરની પૂજા, આ અવસરે વિવિધ દાતાઓના આર્થિક સહયોગે સાંજે 7થી 9 સુધી ફરાળી પ્રસાદનું આયોજન. નખત્રાણા : સિદ્ધેશ્વર મહાદેવ મંદિર (મેઈન બજાર) પૂજારી વેલપુરીના સાંનિધ્યમાં સવારે પૂજન આરતી રાત્રે ચાર પ્રહરની પૂજા તથા જાણીતા ભજનિક કલાકારોની સંતવાણી.કલ્યાણેશ્વર મહાદેવ મંદિર (મેઈનબજાર) પૂજારી હિતેશપુરીના સાંનિધ્યમાં રાત્રે ચાર પ્રહરની પૂજાનું લાલ હનુમાન ભજન મંડળીની સંતવાણી. ધીણોધર : ધોરમેશ્વર મહાદેવ મંદિર (તળેટી) મહંત મહેશનાથજીના સાંનિધ્યમાં  રાત્રે ચાર પ્રહરની પૂજા,  આરતી, શિખર પર વનખંડી મહાદેવ મંદિરે ચાર પ્રહરની પૂજા.પુંઅરેશ્વર મહાદેવ (તા. નખત્રાણા) મહંત શંકરાનંદજી સ્વામીના સાંનિધ્યમાં રાત્રે ચાર પ્રહરની પૂજા.અંગિયાનાના (તા. નખત્રાણા) : પારેશ્વર મહાદેવ મંદિરે બપોરે  2.30 કલાકે શોભાયાત્રા (રવાડી) રાત્રે 9 કલાકે જાડેજા પ્રકાશસિંહ (તરા) ગઢવી રાજેશ્વરીબેન (લાયજા) યોગેશદાન ગઢવી (દરશડી)ની સંતવાણી.વિરાણી મોટી : કલ્યાણેશ્વર મહાદેવ મંદિરે પૂજારી જેન્તીગિરિના સાંનિધ્યમાં સવારે 9 કલાકે રવાડી, 10 કલાકે હોમહવન પૂજન બપોરે 12 કલાકે મધ્યાહન મહાઆરતી, સાંજે 4 કલાકે મહિલા મંડળ દ્વારા ભજન સત્સંગ સાંજે 7 કલાકે આરતી પૂજન રાત્રે લઘુરુદ્રી.કલ્યાણપુર (મંજલ), તા. નખત્રાણા : કલ્યાણેશ્વર મહાદેવ મંદિરે સવારે શિવપૂજન, આરતી અને પ્રસાદ તેમજ રાત્રે 9.30 કલાકે જયેશ મારાજ (હાસ્ય કલાકાર) હિંમતદાન ગઢવી (ભજન) પપ્પુ ઉસ્તાદ દ્વારા સંતવાણી - લોકડાયરો. માધાપર : નવાવાસ ખાતેના ગ્રીનસિટી સોસાયટીમાં દેવનાથ મહાદેવ મંદિર : રાત્રે 9 વાગ્યે શૈલેશ બારોટ (પ્રેઝન્ટ એસ.બી. ઇવેન્ટ ગ્રુપ)ના સંગાથે મહાઆરતીનું આયોજન આરતી બાદ રાત્રે 10 વાગ્યે દાંડિયારાસ.બાલાજી હનુમાન મંદિર : કાશી વિશ્વનાથ મહાદેવની ચાર પ્રહરની પૂજા.અંજાર : યોગેશ્વર જોગી (પારાધી) જ્ઞાતિ મંડળ : જેસલ તોરલની બાજુમાં મુંડીયા સ્વામી બાપુની જગ્યામાં યોગેશ્વર મહાદેવ મહાશિવરાત્રિ નિમિતે ચાર પહોરની પૂજા નિમિતે નાથબાવા વિજયનાથ પ્રેમનાથ હસ્તે પૂજા-પાઠ તથા ભાંગનો પ્રસાદ 6થી 12 સાંજે 7, રાત્રે 12 વાગ્યે. ભગવાન જડેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારે 5.30 વાગ્યે પ્રભાત-મંગળા આરતી, ભાંગપ્રસાદ, જાહેર સંતવાણી, શિવ આરાધના, ભજનનો કાર્યક્રમ નામાંકિત કલાકારો દ્વારા, બપોરે હિન્દુ સંગઠન-અંજાર દ્વારા શિવ ભગવાનની શોભાયાત્રા, પૂર્ણાહુતિ, સત્કાર સન્માન કાર્યક્રમ, સાંજે 4 ક.થી દશનામ ગોસ્વામી મહિલા મંડળ-અંજાર તેમજ જડેશ્વર મહાદેવ મંદિરની બહેનો દ્વારા શિવ મહિમ્ન સ્તોત્રમનું પઠન, ફૂલોના કલાત્મક ફૂલશણગાર દર્શન, સંગીતમય મહાઆરતી, રાત્રે 8.30થી આંતરરાષ્ટ્રીય નૃત્યકાર ભાવેશગિરિ ગોસ્વામી (ગોંડલ) દ્વારા શિવ તાંડવનૃત્યનો જાહેર કાર્યક્રમ, રાત્રે 9.30 હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ, રાત્રિના ચાર પ્રહરની શિવ-પૂજા તેમજ આરતીનો કાર્યક્રમઆદિપુર : મુકતેશ્વર મહાદેવ મંદિર (સીબીએક્સ સાતવાળી) ખાતે શિવરાત્રિ નિમિત્તે તા. 21ના પરોઢે 4 કલાકે મંગળા આરતી, 7.30 કલાકે મહાઆરતી દાંડિયારાસ વિ. ધાર્મિક કાર્યક્રમો. વિશ્વેશ્વર મહાદેવ મંદિર એસજીએક્સ વોર્ડ 2/બી ખાતે શિવરાત્રિ, મંદિરનો પાટોત્સવ પ્રસંગે  તા. 20ના સવારે 8 કલાકે હવન, બપોરે  12.30 કલાકે મહાપ્રસાદ.રામપર વેકરા (તા. માંડવી) : ગંગાજી તીર્થધામ ખાતે : લેકમેળો ગાયત્રી હવન, રાત્રે ચાર પહોરની પૂજા તથા મહાઆરતી. માંડવી : પીરબાબા ગ્રુપ આયોજિત મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે તા. 20ના મહાપ્રસાદ બપોરે 12.30 વાગ્યે, સહયોગી વિજયભાઇ ઠક્કર અને ઉષામા-માંડવી, મહાઆરતી સાંજે 6 વાગ્યે, દાંડિયારાસ રાત્રે 9 વાગ્યે બાબાવાડી, ઢુંવા ઉપર.સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાન દ્વારા તા. 21ના શુક્રવારે શિવરાત્રિ નિમિત્તે સર્વે જ્ઞાતિજનો (સારસ્વત બ્રાહ્મણ) માટે `સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાન વાડા' ખાતે મહાઆરતી તથા મહાપ્રસાદ સાંજે  7 કલાકે.ગઢશીશા (તા. માંડવી) : સમસ્ત હિન્દુ સમાજ તેમજ હિન્દુ યુવા સંગઠન દ્વારા બિલેશ્વર-રાજપર ગામેથી ભગવાન ભોળાનાથની શોભાયાત્રા, સાંજે 5.30 કલાકે વથાણ ચોક કલ્યાણેશ્વર મહાદેવ પાસે સાધુ-સંતોની ધર્મસભા જેમાં મોટી વિરાણીના સંત શાન્તિદાસજી બાપુ, પૂ. ચંદુમા અને આશાપુરા રતડિયાધામના પીઠાધીશ પૂ. સંત ગિરિજાદત્તગિરિજી મહારાજ આશીર્વચન આપશે તેમજ કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા, માંડવી-મુંદરાના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, ભચાઉ નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં બાળકો દ્વારા શિવતાંડવ અને દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો.નાના અંગિયા (તા. નખત્રાણા) પારેશ્વર મહાદેવના : સાંનિધ્યમાં બપોરે 2-30 રવાડી તથા રાત્રે 9 સંતવાણી કલાકાર જાડેજા પ્રકાશસિંહ (તરા), ગઢવી રાજેશ્વરીબહેન (લાયજા), યોગેશદાનભાઇ ગઢવી (દરશડી).નિરોણા (તા. નખત્રાણા) પારેશ્વર મહાદેવ મંદિર : ચાર પ્રહરની પૂજા તેમજ ભાવેશદાન ગઢવી એન્ડ પાર્ટીની સંતવાણી રાત્રે 9 વાગ્યે. બિબ્બર (તા. નખત્રાણા) પારેશ્વર મહાદેવ મંદિર : ચાર પહોરની પૂજા અને સાંધ્ય આરતી. જાગેશ્વર મહાદેવ મંદિર : ચાર પહોરની પૂજા અને સાંધ્ય આરતી.ત્રિપુરારિ મહાદેવ (ખુડીવાળા શંકર) મંદિરે : ચાર પહોરની પૂજા અને સંતવાણી.પિયોણી (તા. અબડાસા) : નીલકંઠ મહાદેવ મંદિરે મહાશિવરાત્રિ નિમિત્તે સાંજે મહાઆરતી, રાત્રે 9 કલાકે સંતવાણી, ભંડારા, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો બ્રહ્મલીન મહંત ગજાનંદગિરિજી મહારાજ ગુરુ અમરગિરિજી બાપુ તથા પૂ. હંસગિરિજી મહારાજનાં સાંનિધ્યમાં. ધુફી મોટી (તા. અબડાસા) : કલ્યાણેશ્વર મહાદેવ મંદિરે પૂજારી રમેશગિરિના સાંનિધ્યમાં બપોરે મધ્યાહ્ને 12 કલાકે સંગીતમય મહાઆરતી, રાત્રે ચાર પ્રહરની રુદ્રીપૂજા.મુંદરા : દશનામ ગોસ્વામી સમાજ દ્વારા આયોજીત મહાશિવરાત્રિ મહોત્સવે તા. 20ના સાંજે 4 કલાકે બાઇક રેલી બારોઇ શીતલા માતાના મંદિરથી પ્રસ્થાન,  પીપલેશ્વર મહાદેવ મંદિરે  સમાપન, તા. 21ના શોભાયાત્રા ભીડ ભંજન મહાદેવ જાગીરથી પીપલેશ્વર મહાદેવ મંદિરે પૂર્ણાહુતિ તથા મહાપ્રસાદ.કોઠારા (તા. અબડાસા) : યુવા ગ્રુપ દ્વારા બાઇકરેલી સાંજે 4 વાગ્યે કામેશ્વર મહાદેવ મંદિરેથી પ્રસ્થાન. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer