ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી કબજે કરવાનું લક્ષ્ય: હરમનપ્રિત

ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી   કબજે કરવાનું લક્ષ્ય: હરમનપ્રિત
સિડની, તા.17: વન ડે વર્લ્ડ કપનો ખિતાબ ભારતીય મહિલા ટીમ ગયા વર્ષે મામૂલી અંતરથી ચૂકી ગઈ હતી. હવે ભારતીય મહિલા ટી-20 ટીમની કેપ્ટન હરમનપ્રિત કૌરે કહ્યંy છે કે આવતા સપ્તાહથી શરૂ થઈ રહેલ આઇસીસી ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી જીતવા પર ટીમનું ફોકસ છે. અમે વિજયના પ્રબળ દાવેદાર છીએ. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે વન ડે વર્લ્ડ કપના ફાઇનલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામે 9 રને હારી હતી. હવે હરમનપ્રિત કૌરે કહ્યંy છે કે પાછલાં ત્રણ વર્ષમાં ટીમ ઘણી પરિપક્વ બની છે. આ અનુભવનો અમે ટી-20 વર્લ્ડ કપમાં અમે પૂરો ઉપયોગ કરવાની કોશિશ કરશું. અમારી ટીમ દિન-પ્રતિદિન મજબૂત થઈ રહી છે. દરેક ખેલાડી પોઝિટિવ એપ્રોચ ધરાવે છે. જો અમે ટી-20 વિશ્વ કપ જીતશું તો એ બહુ મોટી ઉપલબ્ધી ગણાશે. અમારું લક્ષ્ય દબાણમાં આવ્યા વિના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા પર છે. આઇસીસી વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ તેનો પહેલો મેચ યજમાન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તા. 21 ફેબ્રુઆરીએ એડિલેડમાં રમશે. સુકાની હરમનપ્રિતની આગેવાનીમાં ગત સપ્તાહે ત્રિકોણીય શ્રેણીના ફાઇનલમાં દબાણ વચ્ચે આખરી સાત વિકેટ 29 રનમાં ભારતીય ટીમે ગુમાવી હતી. આથી ઓસ્ટ્રેલિયાની ટીમ ચેમ્પિયન બની હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer