ઇશાંત ફિટનેસ ટેસ્ટમાં પાસ ન્યૂઝીલેન્ડમાં ટીમ સાથે જોડાશે

ઇશાંત ફિટનેસ ટેસ્ટમાં પાસ ન્યૂઝીલેન્ડમાં ટીમ સાથે જોડાશે
બેંગ્લુરુ, તા.17: અનુભવી ઝડપી બોલર ઇશાંત શર્માએ નેશનલ ક્રિકેટ એકેડેમી (એનસીએ)માં ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે. આથી તે ન્યૂઝિલેન્ડ સામેની બે ટેસ્ટની ભારતીય ટીમ સાથે જોડાઈ જશે. ભારત-ન્યૂઝિલેન્ડ વચ્ચેનો પહેલો ટેસ્ટ તા. 21 ફેબ્રુઆરીથી વેલિંગ્ટનમાં શરૂ થવાનો છે. ઇશાંત શર્માનો ફિટનેસ ટેસ્ટ પાસ કરી લેવાની શરતે ટેસ્ટ ટીમમાં સમાવેશ કરાયો હતો. તેને રણજી ટ્રોફીમાં દિલ્હી તરફથી રમતી વખતે વિદર્ભ સામેના મેચમાં બોલિંગ કરતી વખતે ફોલો થ્રૂમાં સ્લિપ થઈ જવાથી પગના પંજામાં ઇજા થઈ હતી. આથી તે 6 સપ્તાહ માટે મેદાન બહાર થઈ ગયો હતો. ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ ઇશાંત શર્માએ કહ્યંy છે કે હું હવે ઘણી રાહત અનુભવી રહ્યો છું. ઇજા ખેલાડીની કેરિયરનો હિસ્સો છે. હું લગભગ ત્રણેક દિવસમાં ન્યૂઝિલેન્ડમાં ટીમ સાથે જોડાઈ રહ્યો છું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer