ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષની હાજરીમાં આજથી કચ્છમાં `સંવાદ''

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષની હાજરીમાં આજથી કચ્છમાં `સંવાદ''
ભુજ, તા. 17 : ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનાં સંગઠનને અસરકારક બનાવવાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને કચ્છના અંજાર-માંડવી-રાપર તાલુકા કક્ષાએ તથા ગાંધીધામ નગરપાલિકા વિસ્તારમાં શહેર કક્ષાનાં સંવાદ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. અમિતભાઈ ચાવડાની મુલાકાત અને સંવાદ કાર્યક્રમો અંગે વિગત આપતાં કચ્છ જિલ્લા કોંગ્રેસની યાદીમાં જણાવ્યાનુસાર 18/2ના અંજાર ભાટીયા સમાજવાડી સવારે 10:00 કલાકે, માંડવી દરજી સમાજવાડી સાંજે 4:00 કલાકે ત્યારબાદ 19/2ના નગરપાલિકા ટાઉનહોલ રાપર સવારે 10:00 કલાકે તાલુકા સંવાદ કાર્યક્રમો તથા સાંજે 4: 00 કલાકે અગ્રવાલ સમાજ હોલ ગાંધીધામ શહેરી કક્ષાનો સંવાદ યોજાશે. આ તમામ કાર્યક્રમો મહત્ત્વનાં હોવાથી જિલ્લા કક્ષાએથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તમામ કાર્યક્રમોમાં પૂર્વ-પ્રદેશ હોદ્દેદારો, માજી સાંસદ, ધારાસભ્યો, માજી ધારાસભ્યો, પ્રદેશ પ્રતિનિધિઓ, પ્રમુખો-હોદ્દેદારો તથા તમામ કાર્યકરો-આગેવાનોને ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer