ટ્રમ્પ મુલાકાત ટાણે રાષ્ટ્રીય દલિત અધિકાર સંઘ કચ્છ મુદ્દો ઉઠાવશે

ટ્રમ્પ મુલાકાત ટાણે રાષ્ટ્રીય દલિત  અધિકાર સંઘ કચ્છ મુદ્દો ઉઠાવશે
ભુજ, તા. 17 : રાપર-ભચાઉ તાલુકાની અનુ. જાતિ સમાજના ખેડૂતોની સહકારી મંડળીઓને ખેતી માટે સાથણીમાં અપાયેલી જમીનોના કબ્જા આપવામાં થતો વિલંબ તથા જે કબ્જા મળ્યા છે ત્યાં ભયમુક્ત ખેતીના માહોલની માંગ સાથે અનેક રજૂઆતો બાદ થાકેલા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સંગઠને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત ટાણે `કેમ છો ટ્રમ્પ' કાર્યક્રમમાં વિઘ્ન સર્જવાની ચીમકી આપી છે. વાગડ વિસ્તારના અનુ.જાતિ મંડળીના સભાસદોને ભોગવવી પડતી પીડા અને વેદનાની રજૂઆત કરવા મળેલી બેઠકમાં નવ ગામોમાં મંડળીની જમીન પર 7/12, 8-અ નથી નીકળતા તે મુદે કોર્ટની અવમાનનાનો ગુનો સંબંધિતો પર દાખલ કરાય તેવી માંગ કરાઈ હતી. કચ્છ-ગુજરાતનું તંત્ર આ મુદ્દે લાંબા સમયથી દાદ દેતું નથી તેવા આક્ષેપ સાથે જિલ્લા પ્રભારી નીલ વિંઝોડાની આગેવાનીમાં અમદાવાદમાં જઈને રજૂઆતનો નિર્ણય લેવાયો હતો. કાંતિભાઈ, રામજીભાઈ, મોડા સરપંચ દાનાભાઈ સહિતના જોડાયા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer