પાલારામાં સમસ્ત જ્ઞાતિના બાળકોના ઘડતર માટે સંસ્કાર શિબિર યોજાઇ

પાલારામાં સમસ્ત જ્ઞાતિના બાળકોના  ઘડતર માટે સંસ્કાર શિબિર યોજાઇ
ભુજ, તા. 15 : અહીંના ત્ર્યંબકેશ્વર રાજગોર મહિલા મંડળ દ્વારા રવિવારે બાળકોના ઘડતર માટે સંસ્કાર શિબિર યોજાઇ હતી. પાલારામાં સમસ્ત જ્ઞાતિના બાળકો માટે કરાયેલા આયોજનમાં 65 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. પ્રેરણાત્મક પ્રવચન, બાળગીત, વાર્તા, રમત, મસ્તરામ આશ્રમની મુલાકાત, સંસ્કાર ઘડતરની વિવિધ પ્રવૃત્તિઓ, મદનભાઇ ઠક્કર, નિશાંતભાઇ ગોર, શિવમભાઇ ઠક્કર દ્વારા કરાવાઇ હતી. સ્વામી પ્રદીપ્તાનંદજી એ જીવન ઘડતરના સોનેરી સૂત્રો સમજાવી બૌદ્ધિક પ્રવચન આપ્યું હતું. ટ્રસ્ટી શિવશંકર નાકરે શિબિરની જરૂરિયાત અંગે સમજાવ્યું હતું. ઉર્વશીબેન બાવાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. વિદ્યાર્થીઓ માટે ભોજન પ્રસાદનું શિલ્પાબેન નીલેશભાઇ ગણાત્રા તરફથી આયોજન કરાયું હતું. વ્યવસ્થામાં પાલારા વિકાસ સમિતિના અરવિંદભાઇ પ્રફુલ્લભાઇ જોષી, વસંતભાઇ અજાણીએ સહયોગ આપ્યો હતો. સંકલ્પ અમિતભાઇએ લેવડાવ્યો હતો. સંચાલન દીપ્તિ ગોર કર્યું હતું. ભુજ રાજગોર સમાજના કાર્યકારી પ્રમુખ તનસુખભાઇ જોષી, વિકાસભાઇ, લતાબેન , મીનાબેન, મંડળના શિલ્પાબેન,હેતલબેન, માયાબેન, તરલાબબેન, મિતલબેન આયોજન સંભાળ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer