બાળકોને શિક્ષણનું મહત્ત્વ સમજાવી સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરાયા

બાળકોને શિક્ષણનું મહત્ત્વ સમજાવી  સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરાયા
ધોરડો (તા. ભુજ), તા. 30 : ભુજ તા.ના ધોરડોની પ્રા. શાળા ખાતે સિવિક એક્શન પ્રોગ્રામ દ્વારા 105 બટાલિયન બીએસએફના સહયોગથી ધોરડો, કુરન, હાજીપીર, ધ્રોબાણા, મોટા, નરા, કોટડા પંચાયત અને પ્રાથમિક શાળાઓને સ્કૂલબેગ, સ્ટેશનરી, કોમ્પ્યુટર, ડસ્ટબિન, સિલાઇ મશીન, વોટરકુલર જેવી સામગ્રીનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બી.એસ.એફ.ના ડી.આઇ.જી. એસ. એસ. ડબાસ, સી.ઓ.ડી.એસ. શ્રી રાઠોડ, ટુઆઇસી હરેન્દરકુમાર, ધોરડો સરપંચ મિયા હુસેન, ગોરેવાલી સી.આર.સી. કો-ઓર્ડિનેટર ભાવેશભાઇ સેંઘાણી તેમજ તમામ શાળા આચાર્યો, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ડબાસ અને શ્રી રાઠોડે બાળકોને શિક્ષણ બાબતે સમજૂતી, સ્વચ્છતા જાગૃતતા માટે પ્રેરિત કરી બાળકોને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કર્યાં હતાં. સંચાલન ધોરડો પંચાયત પ્રાથમિક શાળાના શિક્ષક કેતનભાઇ કાતરિયા તેમજ બીએસએફ ડીસી રાજેશ શર્માએ કર્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer