અનધિકૃત બનતા બાવળિયા કોલસા મુદે નિરોણા જૂથ ગ્રામ પંચાયતનો ઠરાવ રદ કરતા ડીડીઓ

ભુજ, તા. 17 : નખત્રાણા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાલુકાના નિરોણાની નદીમાંથી બાવળ કાપવાનો નિરોણા જૂથ ગ્રામ પંચાયતનો ઠરાવ રદ કર્યો છે. તલાટી સહમંત્રીને તાત્કાલિક ધોરણ નદીના પટમાં બાવળની ઝાડી અને અન્ય મીઠી ઝાડી કાપીને બાળવાની થતી કાર્યવાહી બંધ કરાવવાની કાર્યવાહી કરાયાના અહેવાલ 10 દિવસમાં રજૂ કરવા ટીડીઓએ સૂચના આપી હતી. નિરોણા જૂથ ગ્રામ પંચાયતે મુદ્દા નં. 9 ઠરાવ નં. 31-3/2018 તા. 3/12/2018ના પ્રમુખ સ્થાને નદીમાં નડતરરૂપ બાવળ પોતાના ખર્ચે સાફ કરે તેવા માણસો દ્વારા નદી અંદર બાવળ સાફ કરવાનો સર્વાનુમતે ઠરાવ પસાર કરાયો હતો. અરજદાર ભુજના કાંતિલાલ હરજી પટેલે આ અંગે યાદીમાં જણાવ્યું હતું કે, આ ઠરાવ સરકારી અને માલિકીની જમીનમાંથી દાદાગીરીથી બાવળ કાપી ગેરકાયદેસર કોલસા બનાવતા ઈસમોને લાભ પહોંચાડવા બહાર પાડવામાં આવ્યો છે. ઘણા દિવસથી નદી કાંઠે જરૂરી બાવળ કાપી ખેડૂતો અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા હતા, ત્યારે જાગૃત નાગરિકો અને પર્યાવરણવાદીઓએ સરકારી તંત્રને લેખિત ફરિયાદ કરી તેના બચાવમાં રાજકીય અને કોલસામાંથી બેનંબરની કમાણી કરતાં શખ્સો ગ્રામ પંચાયત પાસેથી લાયસન્સ લઈ આવા બાવળ કાપી કોલસો બનાવાની પૂર્વ મંજૂરીની વિધિ તથા આ જમીન મહેસૂલ ખાતાની હોવાથી ગ્રામ પંચાયતને સત્તા કે અધિકાર મળેલ નથી. તેમ છતાં આવા કાયદા વિરૂદ્ધના ઠરાવો પસાર થવાથી આડેધડ બાવળ કાપી ખેડૂતોને પર્યાવરણને ભારે નુકસાન થાય છે. માથેભારે અને જોહુકમી લોકો સાથે સંઘર્ષથી કાયદા અને વ્યવસ્થાના ઘણા પ્રશ્નો ઉભા થાય છે તેવી રજૂઆતો કરાઈ હતી તેને પગલે તપાસ બાદ આ સૂચના અપાઈ હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer