કચ્છમાં ડેમો ઊંડા ઉતારી વધુમાં વધુ પાણી સંગ્રહનાં કાર્યની ચર્ચા કરાઈ

કચ્છમાં ડેમો ઊંડા ઉતારી વધુમાં વધુ  પાણી સંગ્રહનાં કાર્યની ચર્ચા કરાઈ
નખત્રાણા, તા. 17 : તાલુકાના નેત્રા ખાતે ઉમા પાટીદાર ભવન મધ્યે ગત મંગળવારે તા. 31/12ના કચ્છ જલધારા ટ્રસ્ટ દ્વારા જળસિંચન અભિયાનના અનુસંધાને પ્રમુખ લાલજીભાઈ ભાવાણી (સુરત)ના નેજા હેઠળ ધનજીભાઈ મેઘજીભાઈ જાદવાણીના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કચ્છમાં વધુમાં વધુ જળસંચયનાં કાર્યો થાય તે માટે ચર્ચા વિચારણા સાથે ડેમો ઊંડા ઉતારવા, વધુમાં પાણીનો સંગ્રહ થાય તે માટે કાર્ય થાય તેની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લામાંથી મોટી સંખ્યામાં આગેવાનોએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો. જેમાં પાલુભાઈ (ભચાઉ), રતનશીભાઈ જાદવાણી (નેત્રા), પ્રવીણભાઈ ગોગારી (નાના બાંડિયા), મગનભાઈ જાદવાણી (સુરત), દેવાંગભાઈ ગઢવી (નાના બાંડિયા), બાબુભાઈ માકાણી (અમદાવાદ), વાડીલાલ પટેલ (કનકપુર), નથુભાઈ કતિરા (ભુજ), લખમશીભાઈ પટેલ, પ્રમુખ, કિસાન સંઘ-નખત્રાણા, ભવાનભાઈ (સરપંચ, દયાપર), શિવજીભાઈ ખેતા લીંબાણી (સુરત), રવજીભાઈ પટેલ (કિલ્લા પારડી, વલસાડ), શંકરભાઈ ભાનુશાલી (ભારાપર-ભુજ) સહિત જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાનને સફળ બનાવવા મૂળ નેત્રા હાલે મુંબઈના કિશોરભાઈ ચંદનનો સિંહફાળો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer