ગળપાદર સીમમાં જુવારના પૂળા તળેથી શરાબ મળ્યો

ગાંધીધામ, તા. 17 : તાલુકાના ગળપાદરથી શાંતિધામ બાજુ જતાં માર્ગ ઉપર એક વાડીમાં જુવાડના પૂળા નીચેથી રૂા. 30,150નો શરાબ જપ્ત કરવામાં આવ્યો હતો. પરંતુ બે સૂત્રધારો પોલીસની પક્કડમાં આવ્યા નહોતાં. ગળપાદરથી શાંતિધામવાળા માર્ગ ઉપર શબીર જુમા બાફણના વાડામાં દારૂ સંગ્રહિત છે અને તે તથા સચિન વિનોદ ચૌહાણ નામના શખ્સો તેનું વેચાણ કરતાં હોવાની બાતમીના આધારે પોલીસે અહીં છાપો માર્યો હતો. આ વાડીમાં રહેલી જુવાર (કડબ) હટાવીને તપાસ કરાતાં તેમાંથી પાર્ટી સ્પેશ્યલની 45 બોટલ તથા હેવડર્સ 500ના 24 ટીન અને કિંગ ફિશરના 120 ટીન એમ કુલ્લ રૂા. 30,150નો દારૂ હસ્તગત કરવામાં આવ્યો હતો. પરંતુ આ બન્ને સૂત્રધારો પોલીસની પકડમાં આવ્યા નહોતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer