જાપાનના બંદરે ફસાયેલા 117 ભારતીયોને બચાવવા અપીલ

ગાંધીધામ, તા. 17 : ચીનમાં વકરેલા કોરોના વાયરસની મહામારી વચ્ચે ભારતીયો સહિત લોહાણા સમાજની દીકરીને સલામત રીતે ભારત લાવવા અંગે આદિપુર લોહાણા સમાજે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. આદિપુરના પંકજભાઈ ઠક્કરે આપેલી માહિતી મુજબ મુંબઈના મીરા રોડ સ્થિત સમાજની દીકરી સોનાલી દિનેશભાઈ ઠક્કર છેલ્લા 11 દિવસથી જાપાનના ચોકોહામદ શહેરમાં એક ક્રુઝશિપમાં કોરોના વાયરસ પીડિત અન્ય 300 જેટલા લોકો સાથે ફસાઈ છે જે પૈકી 117 ભારતીયો છે. આ મહામારીનો ભોગ બને તે પહેલા સોનાલી સહિત અન્ય ભારતીયોને સલામત રીતે ભારત લાવવા માટે આદિપુર લોહાણા સમાજના પ્રમુખ નિહાલભાઈ ઠક્કર, મંત્રી મનીષભાઈ મજીઠિયા દ્વારા ઠરાવ કરી આ અંગે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer