આજે વિશ્વ આરોગ્ય સંસ્થાના ટીબી કન્સલ્ટન્ટ રાજ્યની ટીમ સાથે કચ્છમાં

ભુજ, તા. 17 : ક્ષયરોગને નાબૂદ કરવાના અભિયાનના ભાગરૂપે સરકારના સક્રિય પ્રયાસો ચાલી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં કચ્છની કામગીરીની નોંધ લઈ બીજો ક્રમ અપાતાં વિશ્વ આરોગ્ય સંસ્થાના ટીબી કન્સલ્ટન્ટ ડો. જાની અમદાવાદથી ગુજરાતના સ્ટેટ ટીબી ટ્રેઈનિંગ એન્ડ ડેમોન્સ્ટ્રેશન સેન્ટરની ટીમ સાથે મંગળવારે રિવ્યૂ કરશે. એસટીડીસીના ડાયરેક્ટર ડો. પ્રણવ પટેલ (માઈક્રોબાયોલોજિસ્ટ) અને મુખ્ય લેબના સિનિયર ટ્રેઈનર સાથે સવારે જિ.પં.ના સમિતિ ખંડમાં જિલ્લાના તમામ સરકારી લેબના ટેકનિશિયનોને તાલીમ આપશે. બાદમાં 20-20ના બેચને જી.કે. જનરલ, ટીબી હોસ્પિટલ, અર્બન વગેરે જગ્યાએ પ્રેક્ટિકલ તાલીમ આપશે. આ ટીમમાં સિનિયર મે.ઓ. ડો. જિજ્ઞેશ પટેલ ઉપરાંત અમદાવાદના એનજીઓ જીટ પ્રોજેક્ટના ડો. નિસર્ગ દેસાઈ આવશે. બીજી ટીમ ખાનગી તબીબો કેમ સહયોગ નથી આપતા, ઉપરાંત થતી કામગીરીનો રિવ્યૂ કરશે, તેવું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નર અને જિલ્લા ક્ષય અધિકારી ડો. દેવચંદભાઈ ગાલાએ જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer