આડેસર પોલીસે ટેમ્પામાંથી 28.11 લાખનો દારૂ પકડયો

આડેસર પોલીસે ટેમ્પામાંથી 28.11 લાખનો દારૂ પકડયો
ગાંધીધામ, તા. 16 : વાગડ પંથકમાં કાયદાના રક્ષકોએ જુદા-જુદા સ્થળે દારૂની બદીના અંકુશ મુદે પોલીસની અવિરત કાર્યવાહીના દોર વચ્ચે આડેસર પોલીસે વધુ એક વખત ટેમ્પોમાંથી રૂા. 28.11 લાખના દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી તપાસનો ધમધમાટ આદરાયો છે. પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આડેસરચેકપોસ્ટ ધોરીમાર્ગે આઈસર ટેમ્પો ગાડી નં. એમ.એચ.04. એચ.ડી.5841માં દારૂ આવતો હોવાની ચોક્કસ બાતમીના આડેસર પોલીસે આ વાહનમાં તપાસ  હાથ ધરી હતી. દરમ્યાન  ટેમ્પોમાંથી   પોલીસે પાર્ટી સ્પેશિયલ વ્હીસ્કી 750 એમ. એલ.ની બોટલ નં. 3960 કિં.રૂ. 13.86 લાખ, રોયલ ચેલેન્જ વ્હીસ્કી 750 એમ.એલ.ની બોટલ નં. 540 કિં.રૂ.2.43 લાખ, મેકડોલ્સ વ્હીસ્કી 750 એમ.એલ.ની બોટલ નં. 2628 કિં. રૂ. 11,82,600  સાથે  રાજસ્થાનના આરોપી મલારામ વરીંગારામ બિશ્રોઈની ધરપકડ કરી હતી.5કડાયેલો દારૂનો જથ્થો આઈસર વાહનમાં  ભૂંસાંની બોરીઓની આડસ મૂકીને લઈ જવાતો. આ પ્રકરણમાં વિરમદુર્ગારામ બ્રાહ્મણ અને ઈંગ્લીશ દારૂ  ભરાવી આપનાર  સાથે  બે શખ્સોનું નામ ખુલ્યું હોવાનું  પોલીસે ઉમેર્યું હતું. આ કાર્યવાહીમાં  પોલીસે  આઈસર  ટેમ્પો કિં. રૂ.10 લાખ, વીવો કંપનીનો મોબાઈલ  કિં.રૂ.5 હજાર, રોકડા રૂ. 6250 સાથે  કુલે રૂ. 3822850નો મુદામાલ કબ્જે લીધો  હતો. પકડાયેલો દારૂનો જથ્થો   કોનો હતો અને કોને  આપવાનો, આ ગુનામાં અન્ય  કોઈ આરોપીઓ  સામેલ છે કે કેમ સહિતની દિશામાં પોલીસે સર્વગ્રાહી તપાસનો ધમધમાટ આરંભ્યો હતો. આ કાર્યવાહીમાં આડેસર  પી.એસ.આઈ. બી.વી. ચૂડાસમા, પો.હે. બલભદ્રસિંહ ઝાલા, પો.હે. રાજેશભાઈ પરમાર, પો. હે. રાજેશભાઈ દેદાદરિયા, પો.કો. બલભદ્રસિંહ જાડેજા સહિતનો સ્ટાફ જોડાયો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer