મુંદરામાં ધામધૂમથી રાજગોર સમાજનાં સમૂહલગ્ન સંપન્ન

મુંદરામાં ધામધૂમથી રાજગોર સમાજનાં સમૂહલગ્ન સંપન્ન
વસંત અજાણી દ્વારા-
મુંદરા, તા. 16 : કચ્છ રાજગોર સમાજ પ્રેરિત અને મુંદરા તાલુકા કચ્છી રાજગોર સમાજ આયોજિત 39મા સમૂહલગ્ન આજે અહીં ધામધૂમથી ઊજવાયા હતા. 32 નવદંપતી સપ્તપદીના ફેરા ફરીને એકમેકના  થયા, જ્યારે 40 બટુકે યજ્ઞોપવીત ધારણ કર્યા હતા. આગામી 40મા સમૂહલગ્ન નખત્રાણા ખાતે પશ્ચિમ રાજગોર સમાજના યજમાનપદે યોજાશે તેવી  જાહેરાત કરાઇ હતી. ચાલીસ વર્ષ પહેલાં  સમાજના ભાઇઓની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ હતી ત્યારે તે વખતના સમાજ સમર્પિત વ્યક્તિઓએ  ખર્ચાઓ અને સમયના બચતના હેતુએ સમૂહલગ્નનાં આયોજન જેવા લીધેલાં ક્રાંતિકારી નિર્ણયોના બીજનાં કરેલાં વાવેતર પછી વખતોવખતના સમાજના શ્રેષ્ઠીઓ અને સંનિષ્ઠ કાર્યકરોના સેવા સ્વરૂપ જળનાં સિંચનનાં કારણે બીજ એક ઘટાદાર વૃક્ષ બનીને લહેરાઇ?રહ્યું છે અને એના મીઠાં ફળ સમાજનો દરેક વર્ગ આરોગી રહ્યો છે.  ત્યારે આ લીલાંછમ વૃક્ષને કાયમ રાખવા માટે આપણી મોટી જવાબદારી બની રહે છે તેવી  માર્મિક ટકોર સમૂહલગ્ન સમારોહના મંચ પરથી અગ્રણીઓએ કરી હતી. બસ સ્ટેન્ડથી બારોઇ રોડ તરફના વીસેક એકર જેટલા વિશાળ ગ્રાઉન્ડમાં ઊભા કરાયેલા  `તુલસી ક્યારો' અને `ભૂદેવ' નામના વિશાળ ડોમમાં વહેલી સવારે સમારોહના અધ્યક્ષ અને મહાપ્રસાદ તથા 32 જેટલી કન્યાને કરિયાવરમાં ફ્રીઝનું દાન કરનારા મહિલા દાતા મંજુલાબેન મણિશંકર પેથાણી (ફરાદી - કારા જ્વેલર્સ)ના હસ્તે સ્થાપિત દેવી -દેવતાઓ સન્મુખ દીપ પ્રજ્વલિત કરાયા બાદ ભૂદેવોના  મંત્રોચ્ચારના સથવારે  સમૂહલગ્નમાં જોડાયેલા લાડા-લાડીઓની સાથે બટુકોને  પ્રવેશ કરાવાયો હતો.મંડપારોપણ, ગૃહશાંતિ અને મંગલ ફેરા - એક બાજુ વિધિવિધાન અને બીજી બાજુ સમૂહલગ્નમાં  સહયોગીઓને પોંખાયા હતા. સમારોહ અધ્યક્ષ  પેથાણી પરિવારના કમલેશભાઇ, કિરણભાઇ, પુત્રવધૂઓ કાજલબેન, સુશીલાબેનની સાથે મુંદરા-માંડવીના ધારાસભ્ય અને કચ્છ ક્ષત્રિય રાજપૂત સમાજના પ્રમુખ વીરેન્દ્રસિંહ જાડેજા, મુંદરા સમાજના પ્રમુખ કીર્તિભાઇ કેશવાણી,  મંત્રી મહેશભાઇ?ગોર (બેરાજા), સમૂહ સમિતિના કન્વીનર અને એપીએમસી મુંદરાના  ઉપાધ્યક્ષ નગીનભાઇ ગોર અને સહકન્વીનર દિલીપભાઇ ગોર, મુંદરા સરપંચ ધર્મેન્દ્ર જેસર, બારોઇ સરપંચ જીવણજી જાડેજા, વિરાણી સરપંચ કુલદીપસિંહ જાડેજા સહિતના મંચસ્થોના હસ્તે દીપ પ્રાગટય કરી સત્કાર સમારોહ ખુલ્લો મુકાયો હતો. પ્રાસંગિક પ્રવચનમાં  અખિલ કચ્છ મહાસભાના પ્રમુખ પ્રકાશ પેથાણી, રાહુલ ગોર (યુવા ભાજપ પ્રમુખ), એ.સી. ગોર, કથાકાર આશિષ મારાજ, સીતારામ મામાએ આયોજનને બિરદાવ્યું હતું. સાંસદ વિનોદભાઈ ચાવડા, રાજ્યમંત્રી વાસણભાઈ આહીર અને ડાભોઈના ધારાસભ્ય શૈલેશભાઈ મહેતાએ શુભેચ્છા સંદેશો મોકલાવ્યા હતા.કચ્છ સાથે મુંબઈ, વલસાડ, મદ્રાસ, દુબઈ વિ.થી સમાજ અગ્રણીઓની સાથે ક્ષત્રિય અગ્રણી ચંદુભા ઝાલા, વિશ્રામ ગઢવી, રાજેન્દ્રસિંહ જાડેજા, વાલજી ટાપરિયા, અશ્વિનભાઈ ઝિંઝુવાડિયા, કિશોરસિંહ પરમાર, ભોજાભાઈ ગઢવી, કિરીટભાઈ સોની, ખરાશંકર ગોર, ઉમિયાશંકર જોષી (ભચાઉ), વિકાસ રાજગોર (ભચાઉ), પ્રવીણ પેથાણી મુંબઈ, ત્રિકમભાઈ વાસણભાઈ આહીર, કીર્તિ ગોર (મસ્કા-સરપંચ), જિ. પં.ના મહિલા અને બાળ સમિતિના પાર્વતીબેન મોતા, તુલસીદાસ જોશી, મનોજ જોષી, પ્રણવ જોશી, ભરત (નારાણપર), હીરાલાલ મોતા, મહેશબાવા, અનિલ જોશી (દયાપર), જનકભાઈ ગોર (ભુજ સમાજ પ્રમુખ), નાનજી મોતા (મસ્કા), શંભુભાઈ વ્યાસ (ગાંધીધામ), વિનોદ ગોર (બિદડા), મણિશંકર (ફરાદી), નરોત્તમભાઈ (માંડવી), મહેશભાઈ (નાગલપર), વિપુલભાઈ (પ. કચ્છ), પંકજભાઈ (માધાપર), નારાણભાઈ (બાગ) વિ. સમાજના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા.માંગલિક વિધિ આચાર્ય ખરાશંકર નાકર (માનકૂવા)એ ભૂદેવોની સંગાથે કરાવી હતી.આ પ્રસંગે ભુજપુરના રાજન ગોરની આર્મીમાં  પસંદગી થતાં સમાજે રાષ્ટ્રની સેવામાં સમાજના ગૌરવની લાગણી સાથે બહુમાન કરાયું હતું. વિદાય પ્રસંગે ટ્રસ્ટી ચંદ્રકાન્તભાઇ સાથે સુસંસ્કારી બનીને સમાજ અને રાષ્ટ્રનું ગૌરવ વધે તેવું કરવા નવદંપતીઓને શીખ આપી હતી. ક્ષત્રિય સમાજ, સોની સમાજ, જૈન સમાજ અને અન્ય સમાજના ગણમાન્ય વ્યક્તિઓએ હાજરી આપીને રોકડ ભેટ આપી હતી.સ્વર્ગીય મામાનું વચન ભાણેજીએ પાળ્યું મૂળ ભદ્રેશ્વરના અને વર્ષોથી મુંદરાને કર્મભૂમિ બનાવનારા સ્વ. જીતુભાઇ જખુભાઇ નાકર મુંદરા તાલુકાના રાજગોર સમાજની વાડી નિર્માણના મૂકસેવક હતા. ભાણેજી મંજુલાબેન ફરાદીથી મુંદરા આવ્યા ત્યારે કહેલું મુંદરામાં સમૂહલગ્નનું આયોજન છે, જેમાં તારું મહાપ્રસાદના દાતા તરીકેનું યોગદાન જોઈશે... યોગાનુયોગ સમૂહલગ્નને પાંચ મહિના બાકી હતા ત્યારે કોઇ પણ જાતની બીમારી વગર હૃદયરોગના હુમલામાં જીતુભાઇ (મામા)નું મૃત્યુ થયું.અહીં સમૂહલગ્નની તૈયારી ચાલુ થઇ ત્યારે ભાણેજી મંજુલાબેન મણિશંકર પેથાણીને મામાએ  મહાપ્રસાદના ખર્ચને પહોંચી વળવાની કરેલી વાતની સ્મૃતિ થતાં તરત પરિવાર સાથે મળીને એક દિવસ નહીં પણ ચાર ટકના જમણવારના દાતા બનીને મામાને આપેલું વચન નિભાવ્યું, ત્રણ દીકરા કમલેશભાઇ, કિરણભાઇ અને અનિલભાઇએ એથીય વધુ સમૂહલગ્નમાં જોડાનારી તમામ કન્યાઓને રેફ્રીજરેટરની ભેટ આપીને મમ્મીના મામાને હૃદયાંજલિ અર્પણ કરી...

 
આને કહેવાય કોમી એકતા
મુંદરામાં અખિલ કચ્છ રાજગોર સમાજ પ્રેરિત અને મુંદરા તાલુકા કચ્છી રાજગોર સમાજ આયોજિત 39મા સમૂહલગ્નનો ઉત્સવ તથા 40 બટુકોના યજ્ઞોપવીતના કાર્યક્રમમાં સૌથી વધુ જરૂરિયાત ડગલેને પગલે માણસને પીવાનાં પાણીની પડે. આ પાણીની જરૂરિયાતને પહોંચી વળવા સંપીલા ગામ ધ્રબના પૂર્વ સરપંચ યશ એન્ટરપ્રાઈઝના સુલતાનભાઈ તુર્ક દ્વારા અંદાજે 20,000 લિટરથી વધારે ફિલ્ટર ચોખ્ખું પાણી નિ:શુલ્ક આપવામાં આવ્યું હતું. આ અગાઉ અનેક ધાર્મિક કાર્યક્રમોમાં તથા મુંદરાના શાત્રી મેદાનમાં રમાતી નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પણ પાણીની નિ:શુલ્ક સેવા આપી હતી. કચ્છની તથા મુંદરા તાલુકાની કોમી એકતાનાં સુલતાનભાઈએ દર્શન કરાવ્યાં હતાં. આવાં નેક કામ બદલ શ્રી તુર્કને બુદ્ધિજીવીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

 
વિક્રમી કન્યાદાન
કન્યાઓને એકસો ચાલીસ જેટલી વિવિધ સામગ્રીઓનું કરિયાવર કરાયું હતું. જેમાં મનીષાબેન કેશવાણી તરફથી ટીવી, નગીનભાઈ-બોક્ષ પલંગ, ગૌરીશંકર મોતા રૂા.1,51,000, મણીબેન સામજી 51,000, વિરેન્દ્રસિંહ 51,000, લીલાવંતીબેન લક્ષ્મીદાસ 51,000, કીચન સેટ, મંજુલાબેન મુલચંદ ગંગર 1,51,000, સ્વ. અમૃતબેન રેવાશંકર પરિવાર (મુકેશભાઈ), રૂા.71,000 રેખાબેન અશ્વિનભાઈ, 51,000/ કસ્તુરબેન લાલજીભાઈ, 51000 શંભુલાલ શંકર નાગુ તેમજ દર્શીલ મેહુલ નાગુ મુંદરા સમાજ, ગં.સ્વ. પ્રભાબેન જીતુભાઈ, જાદવજી પરિવાર, હંસાબેન અને શાંતાબેન તરફથી, રેખાબેન, જયંતીભાઈ જોશી,  મણીબેન, પ્રભાશંકરભાઈ મુંદરા તા. યુવક મંડળ દાતાઓએ દાન આપ્યા હતા

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer