નખત્રાણા એસ.ટી. ડેપોમાં ભારે બેદરકારી પાધરી થતાં ચિંતા

નખત્રાણા એસ.ટી. ડેપોમાં ભારે બેદરકારી પાધરી થતાં ચિંતા
નખત્રાણા, તા. 16 : અહીંના એસ.ટી. વર્કશોપ ડેપો ખાતે રવિવારે સવારે સાતેક વાગ્યાની આસપાસ ઢાળ પર ઊભેલી એસ.ટી. બસ (ટાયરમાં ડગળો અટકાવેલી) એકાએક રવાની થતાં અને આ  બસ પાસેની દીવાલમાં અથડાતાં કાચ તૂટવાની સાથે દીવાલ ધરાશાયી થઈ હતી. જો કે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.આ અંગે અહીંના એસ.ટી. ડેપો મેનેજર એચ. આર. સામરાનો ફોન પર સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, ગુર્જર એસ.ટી. બસ જેના નંબર જીજે-18-ઝેડ-પ064 છે જે આજે ઊભી હતી, જે એકાએક ડ્રાઈવર વિના રવાની થઈ હતી ને બસ એસ.ટી.ના કમ્પાઉન્ડની દીવાલ સાથે અથડાતાં દીવાલ પડી ગઈ હતી. કાચ તૂટી ગયો હતો. આ બસ વાઈબ્રેટના કારણે ઢાળ પરથી રળી ગઈ હતી. આમાં કોઈ ડ્રાઈવર-મેકેનિક કે હેલ્પરનો વાંક નથી, ભૂલ નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer