બૌંતેર જિનાલયે ત્રિદિવસીય દીક્ષા મહોત્સવ ઊજવાયો

બૌંતેર જિનાલયે ત્રિદિવસીય દીક્ષા મહોત્સવ ઊજવાયો
માંડવી, તા. 16 : 72 જિનાલય મહાતીર્થે ભુજપુરના મુમુક્ષુ કુ. તૃપ્તિબેન તથા પુનડી (ભુજપુર)ના મુમુક્ષુ કુ. વિરંકાબેનનો દીક્ષા મહોત્સવ ભવ્ય રીતે 53મા વર્ષીતપના આરાધક ગુણોદયસાગર સૂરિશ્વરજી, વીરભદ્રસાગર સૂરિશ્વરજી, રાજરત્નસાગરજી, વસંતપ્રભાશ્રીજીની નિશ્રામાં ઊજવાયો હતો. ગુણોદયસાગર સૂરિશ્વરજી મ.સા.ના હસ્તે 199મી દીક્ષા આપવામાં આવેલી, જેમાં મુમુક્ષુ તૃપ્તિબેનનું દીક્ષા બાદ સાધ્વીશ્રી તત્ત્વજ્ઞગુણાશ્રીજી તથા મુમુક્ષુ વિરંકાબેનનું દીક્ષા બાદ સાધ્વી વિબુધગુણાશ્રીજી નામ આપવામાં આવેલું, તેમના બંનેના ગુરુ ભક્તિગુણાશ્રીજી જાહેર થયા હતા.દીક્ષાવિધિના અંતે વીરભદ્રસાગર સૂરિશ્વરજીએ આશીર્વચન પાઠવવા સાથે જૈન દીક્ષાનું મહત્ત્વ સમજાવી સંયમ જીવનમાં વ્રતરૂપી મહારત્નોની રક્ષા અને વૃદ્ધિ કેવી રીતે કરવી તેની સમજણ?આપી હતી.આગમ મહાપૂજન, રંગોત્સવ,  ભાવના બાદ વર્ષીદાનનો ભવ્ય વરઘોડો  નીકળ્યો હતો.  વરઘોડામાં  દીક્ષાર્થી મુમુક્ષુ તૃપ્તિબેન અને વિરંકાબેન એક બગીમાં, જ્યારે બીજી બગીમાં તા. 26/2ના ગઢશીશા મધ્યે દીક્ષા લેનારા મુમુક્ષુ કલ્પનાબેન ગાલા જ્યારે ત્રીજી બગીમાં આગમ ગ્રંથ લઇને દાતા માતા તારાબેન હિંમતભાઇ દામજી વોરા અંજારવાળા અને માતા દેવકાબેન શિવજી રાયશી ગાલા સમસ્ત પરિવાર રહ્યા હતા. બંને મુમુક્ષુઓને વિજય તિલક કરવાનો લાભ રંજનબેન વીરેન્દ્રભાઇ ગાલા રાયણવાળા પરિવારે લીધો હતો. મુમુક્ષુ તૃપ્તિબેન તથા વિરંકાબેનના ઉપકરણોના ચડાવા અનુક્રમે દીક્ષાના કપડાંનો લાભ પોપટલાલભાઇ?આણંદજી છેડા નાની ખાખર, માતા નિર્મળાબેન પાસુભાઇ દેઢિયા હ. ભદ્રાબેન ગુલાબભાઇ ગાલા-ભુજપુર, કામળી-પાતરા વહોરાવવાનો  લાભ દમયંતીબેન પોપટલાલ છેડા - નાની ખાખર, કામળી-પાતરા-ડંડાસન-સંથારિયો- નવકારવાળી વહોરાવવાનો લાભ તારાબેન હિંમતભાઇ દામજી વોરા-અંજારવાળા, દેવકાબેન શિવજી રાયશી ગાલા સમસ્ત પરિવાર-કાંડાગરાવાળાએ, જ્ઞાનપોથીનો લાભ આશબાઇ લખમશી નાગડા - કોટડી મહાદેવપુરી તથા જયમીનભાઇના કલ્યાણ મિત્રો-અમદાવાદે, ડાંડાનો લાભ માતા રતનબેન ખીયશી દેઢિયા-ભુજપુર તથા પૂર્વીબેન અર્પણ શાહ-પાટડી તથા લીલબાઇ કોરશી દેઢિયા- ગઢશીશાએ, ડંડાસન વહોરાવવાનો લાભ વિજયાબેન તલકશી વોરા પરિવારે, આસન વહોરાવવાનો લાભ અનંત વિમલ રામાણિયાવાળા તથા ડો. ભાસ્કરભાઇ - મુંબઇ કલ્યાણ મિત્રોએ, સુપડી પોંજણીનો લાભ દમયંતીબેન મુરજી રતનશી ગડા નાના રતડિયાએ, સંથારિયાનો લાભ સોનબાઇ ધારશી દેઢિયા- ભુજપુર પરિવાર, નવકારવાળીનો લાભ ચાંપશી પદમશી શાહ પરિવાર (શાહ ઇન્જિનીયરિંગવાળા)એ લીધો હતો.ત્રિદિવસીય મહોત્સવમાં પ્રથમ દિવસની નવકારશી, ભકિત, ચૌવિહારનો લાભ ઉમરબાઇ દેવશી તેજુ વોરા પરિવાર નવીનાળવાળાએ, બીજા દિવસે નવકારશીનો સોનબાઇ ધારશી ગણપત દેઢિયા પરિવાર ભુજપરે, બપોરની ભકિત- ચૌવિહારનો લાભ દેવકાંબેન શિવજી રાયશી ગાલા પરિવાર- કાંડાગરાવાળાએ, તા. 16ના નવકારશી, બપોરની ભક્તિ, ચૌવિહારનો લાભ શેઠ ચાંપશી પદમશી દેઢિયા પરિવાર મેરાઉવાળાએ લીધો હતો. કાર્યક્રમનું સંચાલન વિધિકાર ચંદ્રકાંતભાઇ દેઢિયાએ કર્યું હતું. દીક્ષા મહોત્સવ પ્રસંગે હેમચંદભાઇ, ભાવેશભાઇ, હરખચંદભાઇ, લક્ષ્મીચંદભાઇ વિગેરે મોટી સંખ્યામાં ભાઇ-બહેનો, નાગલપુર વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટીઓ રવિભાઇ સંઘોઇ, મોરારજીભાઇ, વૈભવભાઇના નેતૃત્વ હેઠળ રતિલાલભાઇ, શામજીભાઇ સહિતે દીક્ષા મહોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer