માતાના મઢ લિગ્નાઈટ ખાણ સુરક્ષા મુદ્દે પ્રથમ ક્રમે

માતાના મઢ લિગ્નાઈટ ખાણ સુરક્ષા મુદ્દે પ્રથમ ક્રમે
દયાપર (તા. લખપત) તા. 16 : ગુજરાત લિગ્નાઈટ માઈન્સ સેફટીવીક સ્વચ્છતા વીક ઉજવણીનું આજે માતાના મઢ લિગ્નાઈટ ખાણમાં સમાપન થયું હતું. આ પ્રસંગે દીપ પ્રાગટય કરતાં માઈન્સ સેફટીના ડાયરેકટર જનરલ આર. સુભ્રમણ્યમએ મુખ્ય મહેમાનપદેથી કહ્યું હતું કે સુરક્ષા અંગે ભારત સરકારમાં હવે નવો અને મહત્ત્વનો કાયદો બનવાનો છે. સિસ્ટમેટીક સેફટી મેનેજમેન્ટ પ્લાન્ટ કાયદો આવી ગયા પછી કાર્ય સરળ બનશે. ખાણોમાં ઉડતી ધૂળ પ્રદૂષણની સમસ્યા છે તે નિયંત્રિત થાય તે જરૂરી છે. પ્રારંભે માતાના મઢ લિગ્નાઈટ પ્રોજેક્ટના જનરલ મેનેજર આર. કે. દાસ, જી.એચ.સી.એલ.ના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ એન. એન. રાડિયા, જી.આઈ.પી.સી.એલ.ના ચીફ જનરલ મેનેજર એન. કે. પુરોહિત, ડાયરેકટર ઓફ માઈન્સ સેફટી (સુરત વિભાગ) રામાવતાર મીના, જીએમડીસી જનરલ મેનેજર (વડી કચેરી) અને કાર્યક્રમ સમિતિના કન્વીનર એ. કે. ગર્ગ વિ. પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. માઈન્સ સેફટી વીકના વિવિધ કાર્યક્રમોના જીએમડીસી લિગ્નાઈટ ખાણો ભાવનગર, માતાના મઢ, પાનધ્રો, ઉમરસર, ગઢશીશા સાથે અન્ય ખાનગી એકમો જોડાયા હતા. ખાણ સુરક્ષાનો ઓલઓવર બધા વિભાગોમાં સારા પ્રદર્શન અંગે માતાના મઢ લિગ્નાઈટ ખાણને પ્રથમ ક્રમાંકે એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ઉમરસર ખાણ ત્રીજે રહી હતી. માતાના મઢ લિગ્નાઈટ ખાણ આ વર્ષે સુરક્ષા બાબતે ચેમ્પિયન થતાં વડી કચેરી (અમદાવાદ) જન. મેનેજર એ. કે. ગર્ગ અને માતાના મઢ લિગ્નાઈટ ખાણના જનરલ મેનેજર આર. કે. દાસને એવોર્ડ અપાયો હતો. ખાણમાં કામ કરતાં વિવિધ ખાનગી કોન્ટ્રાકટરોને પણ સુરક્ષા-સ્વચ્છતા બાબતે એવોર્ડ અપાયા હતા.  આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. સુરક્ષા સપ્તાહ અઠવાડિયાના વિવિધ કાર્યક્રમો પછી આજે સમાપન થયું હતું. સંચાલન શ્રી મકવાણાએ આભારવિધિ માઈન્સ મેનેજર એ. કે. દાણીએ કરી હતી. આ અવસરે માતાના મઢ સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા, જુવાનસિંહ જાડેજા, ચેતનસિંહ તુંવર, અશ્વિન રૂપારેલ, આજુબાજુ ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાનધ્રો જીએમડીસીના જનરલ મેનેજર એચ. કે. જોષી ઉમરસર ખાણના જનરલ મેનેજર શ્રી મહંતો, ભાવનગર ખાણના સત્યરાયજી વિ. ઉપસ્થિત રહ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer