કચ્છમાં જુગારના ત્રણ જુદા જુદા દરોડામાં 17 ખેલી પાંજરે પુરાયા

કચ્છમાં જુગારના ત્રણ જુદા જુદા દરોડામાં 17 ખેલી પાંજરે પુરાયા
ગાંધીધામ, તા.16 : જિલ્લામાં મુંદરા તાલુકાના ધ્રબ, ભુજ તાલુકાના કુનરિયા અને બંદરીય શહેર કંડલામાં ત્રણ સ્થળે પોલીસે જુગારના દરોડા પાડી 17 શકુની શિષ્યોને પાંજરે પુર્યા હતા. આ કાર્યવાહી દરમ્યાન રૂા.29,150ની રોકડ રકમ કબ્જે કરાઈ હતી. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ભુજ તાલુકાના કુનરિયા ગામમાં ભુજ બી. ડિવિઝનની ટુકડીએ પૂર્વ બાતમીના આધારે આજે સાંજે 5.30 વાગ્યાના અરસામાં કાર્યવાહી કરી હતી. રહેણાંક મકાનની સામે ખુલ્લામાં જુગાર રમતા આરોપીઓ કરશન રવા ખાસા, અરજણ જીવા વાણિયા, કાંતિ ભુરા ગરવા, અરજણ કાળા ગાંગલ, વિશ્રામ વેલા કેરાસિયા, પાંચા રવા કેરાસિયા, લખુ આલુ કોલી, હરજી વાલજી કોલી, મામદ અધા મોખા અને શામજી બુઢા કોલીને પોલીસે ઝડપી પાડયા હતા. આરોપીઓ તીનપત્તી વડે હારજીતનો જુગાર રમતા હતા. પડમાંથી રૂા.12,700 કબ્જે કરાયા હતા. મુંદરા  તાલુકાના ધ્રબ ગામમાં રંગોલી પાર્કમાં પોલીસે આજે સાંજે 4.30 વાગ્યાના અરસામાં દરોડો પાડયો હતો. આરોપીઓ અબ્દુલ અફતર ગાગડ, હશીન ગફફાર ત્યાગી, શેરમામદ નુરમહમદ ત્યાગી અને નાઝીમ રીયાસતઅલી ત્યાગીને પોલીસે તીનપત્તીનો જુગાર રમતા ઝડપી પાડયા હતા. પડમાંથી રૂા. 6,390 કબ્જે કરાયા હતા. કંડલા મરિન પોલીસે  કંડલામાં મીઠાપોર્ટ વિસ્તારમાં બાતમીના આધારે સાંજના અરસામાં કાર્યવાહી કરી હતી. આરોપીઓ હારૂન આમદ ટાંક, સલીમ નુરમામદ સાલર અને અહમદ સીદીક કકલ જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતાં. પડમાંથી રોકડા રૂા. 10,160  કબ્જે કરાયા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer