વડવારામાં વાડીમાં ચાલતી જુગાર કલબ ઝડપાઈ : 10 શકુનિ શિષ્યો કાયદાના સકંજામાં

વડવારામાં વાડીમાં ચાલતી જુગાર કલબ ઝડપાઈ : 10 શકુનિ શિષ્યો કાયદાના સકંજામાં
ગાંધીધામ,તા 16 : કચ્છમાં પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસે ત્રણ જુગારના દરોડા પાડી 27 ખેલીઓ ઝડપી પાડયા બાદ પશ્ચિમ કચ્છ એલસીબીએ ભુજ તાલુકાના વડવારા ગામમાં વાડીમાં ધમધમતી જુગાર કલબ ઉપર ત્રાટકીને 10 શકુનિ શિષ્યોને પાંજરે પૂર્યા હતા. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ પૂર્વ બાતમીના આધારે સ્થાનિક ગુનાશોધક શાખાની ટુકડીએ સુરેશ પાંચા આહીરની વાડીમાં દરોડો પાડયો હતો. આરોપી વાડી માલિક સુરેશ અને હારૂન બુઢા બાફણ બહારથી ખેલીઓ બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતા હતાં.  ઘાણી પાસા વડે જગાર રમતા આરોપીઓ હારૂન બુઢા બાફણ, હનીફ ભચુ સોઢા (મીઠીરોહર તા. ગાંધીધામ),  વિનોદ બાબાલાલ દરજી (અંજાર), સતીશ હરજીવન માલી(ગાંધીધામ), રાજુ વેલજી દેવીપૂજક (સતાપર તા.અંજાર), રમજુ કાસમ બાફણ (નિંગાળ તા. અંજાર), ધનજી જખુ મહેશ્વરી (લોહારિયા તા.અંજાર), રમેશ અમથુ દેવીપુજક (દબડા ચાર રસ્તા અંજાર), સુલેમાન ઈસ્માઈલ કુંભાર (કુકમા  તા.ભુજ) અને જખુ દેવા કોલી (રતનાલ તા.અંજાર) ને પોલીસે ઝડપી પાડયા હતા. આ કાર્યવાહી દરમ્યાન રૂ. 80,100 રોકડા  અને 24 હજારની કિંમતના 10 નંગ મોબાઈલ ફોન સહિત રૂ.1.04 લાખનો મુદામાલ કબ્જે કરાયો  છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer